ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
સાવરકુંડલામાં બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો અને નિર્દોષ હિંદુ સંતો તેમજ લોકોની ધરપકડ સામે સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રોષ વ્યક્ત કરવા માટે સાવરકુંડલામાં વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાંઆવ્યું હતું.
- Advertisement -
આ વિશાળ રેલી રિદ્ધિ-સિદ્ધિ ચોકથી મામલતદાર કચેરી સુધી નીકળેલી આ રેલીમાં સાધુ-સંતો સહિત મોટી સંખ્યામાં નગરજનો પણ જોડાયા હતા. રેલીમાં ઉપસ્થિત લોકોએ બાંગ્લાદેશમાં હિંદુ સમાજ પર થતા અત્યાચારોની નિંદા કરતા જણાવ્યું હતું કે, નિર્દોષ લોકો અને હિંદુત્વના વિવિધ સંપ્રદાયોના અનુયાયીઓને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આવા કૃત્યો માફીને બક્ષવાને લાયક નથી અને તેને રોકવા માટે કડક પગલાં લેવા જરૂરી છે.
હિંદુ અસ્મિતા મંચ સાવરકુંડલા દ્વારા જણાવ્યું હતું કે, “ધર્મ પરના આવા હુમલાઓને જો રોકવામાં નહીં આવે તો સમગ્ર વિશ્વમાં આના ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. . તેથી ભારત સરકારે મુત્સદ્દીગીરીનો ઉપયોગ કરીને બાંગ્લાદેશ પર દબાણ લાવી આવા નિંદનીય અત્યાચારો બંધ કરાવવા જોઈએ.” મૌન રેલી બાદ ડેપ્યુટી કલેકટરને આવેદન પત્ર પાઠવીને સાવરકુંડલાના હિંદુઓની લાગણીઓને બાંગ્લાદેશ સુધી પહોંચાડવાની અપીલ કરવામાં આવી હતી. આવેદનમાં સરકારને કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી. સાવરકુંડલાના સમસ્ત હિંદુ સમાજ તેમજ વિવિધ હિંદુ સંગઠનો તેમજ હિંદુ અસ્મિતા મંચ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું.