ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના હસ્તે 125 કુટના દંડ પર 125 ગજની ધ્વજા લહેરાવી સવા શતાબ્દી મહોત્સવના શ્રીગણેશ
ખાસ-ખબર સંવાદદાતા
મા ઉમિયા પ્રાગટ્યના 125 વર્ષ નિમિતે યોજાનારા સવા શતાબ્દી મહોત્સવના મંગલા ચરણ રૂપે બિલ્વપત્રના શીર્ષક હેઠળ ત્રિદિવસીય કાર્યક્રમનો આજથી ભવ્ય પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રી સામાજીક સંમેલનમાં ઉપસ્થિત રહેશે. સાથે 1રપ સ્થળેથી કાર રેલીનો કાફલો તા. 1 ઓકટો. ને રવિવારે સિદસર પહોંચી મા ઉમિયાનો જયધોષ કરશે. વેણુ નદીના પૂર્વ કિનારે 30 વિધા જગ્યામાં સિદસર તીર્થધામ યાત્રા સંકુલ ‘ઉમા વાટિકા’નું ભૂમિપૂજન મુખ્યદાતા વિજયાબેન તથા જીવનભાઇ ગોરધનભાઇ ગોવાણી, ભૂપેશભાઇ ગોવાણી, દિપકભાઇ ગોવાણી, પરિવારના હસ્તે કરવામાં આવ્યુ હતું. આ ભૂમીપૂજન તકે ટ્રસ્ટના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, ઉપપ્રમુખ ચિમનભાઇ શાપરીયા, જગદીશભાઇ કોટડીયા, ટ્રસ્ટીઓ રમણીકભાઇ ભાલોડીયા, સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. ઉમિયાધામ ખાતે ઉમા વાટિકા સંકુલ 45 કરોડના ખર્ચે નિર્માણ પામશે.
- Advertisement -
આજે મહાઆરતી, મહિલા ઉત્પાદકોના પ્રદર્શનનો પ્રારંભ, કાલે વિશાળ મહિલા સંમેલન
જીવનભાઇ ગોવાણી પરિવાર દ્વારા ઉમા વાટીકાનું ભૂમીપૂજન ઉમિયાધામના હોદેદારો દ્વારા પદયાત્રીકોનું ભવ્ય સ્વાગત મહિલા ઉત્પાદનોનું વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું ઉદ્ઘાટન
- Advertisement -
સૌરાષ્ટ્રભરના 30 જેટલા સંઘના 8000 પદયાત્રીકોનું ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા સ્વાગત, ઉમા વાટિકાનું ભૂમિપૂજન
સિદસરના મંદિર શિખરે દરરોજ 3 ધ્વજા ચડાવવામાં આવે છે. આદ્યશકિત મા ઉમિયાના ભાદરવી પૂનમે 1રપમાં પ્રાગટયદિન નિમિતે યોજાનારા ત્રિદિવસીય કાર્યક્રમના મંગલા ચરણમાં પ્રથમ દિવસે તા. ર9 ને શુક્રવારના રોજ ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીના હસ્તે 125 કુટના દંડ પર 125 ગજની ધ્વજા લહેરાવી મા ઉમિયાના જયધોષ સાથે ત્રિદિવસીય ‘બિલ્વપત્ર’ મહોત્સવ વેળાએ આગામી વર્ષ 2024 માં યોજાનાર ભવ્યાતીભવ્ય સવા શતાબ્દી મહોત્સવના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. ઉમિયા માતાજી મંદિર સિદસરના શિખરે લહેરાતી આ 1રપ ગજની ધ્વજાજી આગામી સવા શતાબ્દી મહોત્સવ પૂર્ણ થાય ત્યા સુધી મંદિર શિખરે શોભાયમાન બની રહેશે. આ ધ્વજારોહણ પ્રસંગે ધ્વજાનું પૂજન-અર્ચન કરી મા ઉમિયાના જયઘોષ સાથે કડવા પાટીદાર ભાઇઓ-બહેનો દ્રારા ધ્વજાજીનું વાજતે-ગાજતે સામૈયું કરવામાં આવ્યુ હતુ. સૌરાષ્ટ્રના 30 જેટલા સંધના પદયાત્રીકો વહેલી સવાર સુધીમાં સિદસર પહોચ્યા હતા. શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના હોદ્દેદારો દ્વારા સિદસર પહોંચતા તમામ પદયાત્રીકોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવશે. રાજકોટ, જામનગર, જુનાગઢ, પોરબંદર, વગેરે સ્થળોએથી માતાજીના રથ સાથે પદયાત્રીકોના સંધ સિદસર પહોચ્યા હતા. આશરે 4000 જેટલા પદયાત્રીકો આજે ભાદરવી પૂનમે યોજાનારા 11 કુંડી મહાયજ્ઞમાં જોડાશ.ે તેમજ માતાજીની મહાઆરતીનો લ્હાવો લેશે. ભાદરવી પૂનમે સરેરાશ 40 હજારથી વધુ ભાવીકો મા ઉમિયાના દર્શનનો લાભ લેશે. મહોત્સવની પૂર્વ સંધ્યાએ ગઇ કાલે આશરે 8000 જેટલા ભાવીકોએ સિદસર ખાતે ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
ઉમિયા પરિવાર મહિલા સંગઠન દ્વારા મહિલાઓને રોજગારીની તક મળે તે ઉદેશ્ય સાથે વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સૌરાષ્ટ્રભરની મહિલા ઉત્પાદકો અને મહિલા વેપારીઓ વિવિધ ઉત્પાદનો, વસ્તુઓ જેવી કે કિચન વેર, લેડીઝ વેર, ચિલ્ડ્રન વેર, પર્સ, ગૃહ સુશોભનની વસ્તુઓ, આર્યુવેદીક દવાઓ, હોમ ડેકોર, ગોબર પ્રોડકટ, ઓર્ગેનીક દવાઓ, મધ, મુખવાસ, રમકડા, વુડન આઇટમ, કોસ્મેટીક, જેવી અનેકવિધ વસ્તુઓ ભાવિકો માટે પ્રદર્શન કમ વેચાણ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. મા ઉમિયાના 125 માં પ્રાગટયોત્સવને ધ્યાને રાખી વિવિધ પ્રોડકટ્ના 1રપ સ્ટોલના પ્રદર્શનનું ઉદ્ઘાટન મહિલા અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યુ હતું.
ઉપરાંત આ મહોત્સવ દરમ્યાન ત્રણ દિવસીય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. તેમજ બાન ફાઉન્ડેશન દ્વારા બેતાલા અને આંખના નંબરના ચશ્મા વિતરણ કરવામાં આવશે. તેમજ કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકોને મળશે.