– અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા
ગીરસોમનાથમાં ભારે વરસાદના કારણે આજે પણ રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ તરફ ભારે વરસાદ અને રેડએલર્ટ વચ્ચે દરિયો ગાંડોતૂર બન્યો છે. અરબી સમુદ્રમાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. આ તરફ હવે હવામાન વિભાગ તરફથી આપવામાં આવેલ રેડએલર્ટને કારણે શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી શાળા, સ્કૂલ, કોલેજો, ITI સહિતના શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
- Advertisement -
ગીરસોમનાથમાં રેડ એલર્ટ, શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ
ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રને મેઘરાજાએ ઘમરોળ્યું છે. તેવામાં હવે હવામાન વિભાગે આજે પણ ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કર્યું હોય ભારેથી અતિ ભારે વરસાદ આવી શકે છે. આ તરફ આજે દરિયો ગાંડોતુર બન્યો હોય તેમ દરિયામાં કરંટ સાથે ઊંચા મોજ ઉછળ્યાં હતા. જેને લઈ હવે રેડ એલર્ટને કારણે તંત્ર દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. રેડએલર્ટને કારણે શૈક્ષણિક કાર્ય 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં શાળા, સ્કૂલ, કોલેજો, ITI સહિતના શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
નોંધનીય છે કે, 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આવતીકાલે ભાવનગર, વલસાડ, પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં વરસાદની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ બુધવાર મોડી રાત્રે અમદાવાદ-ગાંધીનગર સહિત આસ-પાસના વિસ્તારોમાં મોડી રાત્રે હળવાથી મધ્ય વરસાદી ઝાંપટાઓનો દૌર યથાવત રહ્યો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં ચાલુ સિઝનનો 65 ટકા થી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ તંત્ર દ્વારા આગામી 3 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામા આવી છે.
- Advertisement -
#WATCH | Gujarat: Low-lying areas in Kaliawadi, Navsari inundate increasingly amid incessant rainfall in the region pic.twitter.com/tcpWD9FJvz
— ANI (@ANI) July 14, 2022
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 164 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 164 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ કપરાડામાં 15.8 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં 9.5 ઈંચ, પારડીમાં 11.44 ઈંચ, ધરમપુરમાં 13.6 ઈંચ, ખેરગામમાં 7.5 ઈંચ , ડભોઈમાં 7 ઈંચ, વાંસદામાં 7 ઈંચ , વાપીમાં 10.4 ઈંચ, નાંદોદમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ, વઘઈમાં 5.5 ઈંચ, કરજણમાં 5.5 ઈંચ, ઉમરગામમાં 8.56 ઈંચ, ડોલવણમાં 5 ઈંચ, ગીર ગઢડામાં 4.5 ઈંચ, સૂત્રાપાડામાં 4.5 ઈંચ, વલસાડમાં 5 ઈંચ, ડેડિયાપાડામાં 4.5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ વરસાદ નોધાયો હતો.
ભારે વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં અપાયું એલર્ટ
હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં આગામી ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, વલસાડ, ડાંગ, સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ 15 જુલાઇએ જુનાગઢ, અમરેલી, ગીરસોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આગામી 5 દિવસો સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના તંત્ર દ્વારા કરવામાં આવી છે.