ફાઉન્ડેશન વગર રાઇડ્સ ન ચલાવવા નિયમ સામે સંચાલકોએ હાઇકોર્ટમાં PIL કરી, લોકમેળો રાઇડ્સ સાથે થશે કે નહીં સાંજે ચિત્ર ચોખ્ખું થશે
લોકમેળાના રાઇડસની કામગીરી ગઈકાલ રાતથી વહિવટી તંત્રે અટકાવી દીધી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ TRP ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ આ વખતે વહીવટી તંત્ર દ્વારા લોકમેળા સહિત એમ્યુઝમેન્ટ પાર્ક માટે કડક જઘઙ જાહેર કરવામાં આવી છે. મેળામાં સૌથી અગત્યનો ભાગ કહી શકાય તે યાંત્રિક રાઇડ્સમાં આ વખતે ફાઉન્ડેશન ફરજીયાત જાહેર કરવામાં આવ્યો છે. જેની સામે વિરોધ નોંધાવી રાઇડ્સ સંચાલકો હાઇકોર્ટના દ્વાર ખખડાવી SOP કરવામાં આવી છે, જે અંગે આજે ચાર વાગ્યાની આસપાસ સુનાવણી હાથ ધરાશે. જેમાં હાઇકોર્ટ શું ચુકાદો આપશે તેના પર સૌની નજર જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રાંધણ છઠ્ઠના દિવસે સાંજે લોકમેળાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકવામાં આવનાર છે, ત્યારે આ પહેલા યાંત્રિક રાઇડ્સને ફિટિંગ કરી ચકાસણી કરવા ઓછો સમય બચી રહ્યો છે. એટલે આ વખતે રાજકોટનો લોકમેળો જાહેરાતની શરૂઆત થીજ ચકડોળે ચડેલો જોવા મળી રહ્યો છે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા આ વર્ષે રેસકોર્સ મેદાનમાં ધરોહર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેનો પ્રારંભ આવતીકાલે એટલે કે, 24મી ઓગસ્ટે થશે અને આ મેળો 28મી ઓગસ્ટ સુધી ચાલશે. પરંતુ આ લોકમેળા માટે રાજ્ય સરકારે સૂચવેલી એમ્યુઝમેન્ટ પાર્કની ગાઈડલાઈનનુ પાલન કરવા માટે રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. બાદમાં ગઉઝ રિપોર્ટ, સોઈલ ટેસ્ટ અને ફાઉન્ડેશન પર મોટી રાઈડસ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જેથી વર્ષોથી લોકમેળામાં રાઇડસ રાખનારાઓએ હરાજીમાં ભાગ લીધો ન હતો અને ખાનગી મેળા સંચાલકે એક સાથે 31 પ્લોટસ 1.27 કરોડમાં ખરીદી લીધા હતા. પરંતુ બાદમાં ફાઉન્ડેશન વિના રાઇડસ ઊભી કરી દીધી હતી, જેથી વહીવટી તંત્રએ ફાઉન્ડેશન વગર રાઇડસ રાખવાની મંજૂરી આપવાની મનાઈ ફરમાવી હતી.
ફાઉન્ડેશન સાથે યાંત્રિક રાઇડ્સ શરૂ કરવી મુશ્કેલ હોવાથી રાઇડસ સંચાલકે ગઇકાલે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી અને તેની આજે સુનાવણી થવાની છે. ગઇકાલે હાઇકોર્ટમાં ઙઈંક દાખલ થતા રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસકોર્સ મેદાનમા રાઇડસની કામગીરી કરનારાને ગઇકાલે રાતથી અટકાવી દીધા હતા. જેના લીધે સૌરાષ્ટ્રના પ્રખ્યાત લોકમેળામાં વિઘ્ન આવ્યુ છે.
- Advertisement -
15થી વધુ રાઈડ્સનું કામ હજુ અધૂરું
હવે હાઈકોર્ટમાં ચુકાદા પર જ વહીવટી તંત્ર પણ મદાર રાખી રહ્યું છે. ટી.આર.પી.ગેમઝોન અગ્નિકાંડ બાદ સાવચેતીનાં પગલારૂપે લોકમેળામાં લોકોની સુરક્ષા અને સલામતી જળવાય રહે તે માટે આ એસઓપી અમલી બનાવવામાં આવેલ છે. જેમાં 31 પ્લોટ ખરીદનારા વિરેન્દ્રસિંહ ગોહિલ દ્વારા SOP મામલે પિટિશન કરવામાં આવી છે. ત્યારે હાઇકોર્ટ તરફથી ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી રાઈડ સંચાલકોને કામગીરી ન કરવા સૂચના આપવામાં આવી હતી. જેના કારણે રાજકોટના લોકમેળામાં 15થી વધુ રાઈડ્સનું કામ હજુ અધૂરું જોવા મળી રહ્યું છે. જેના પાલનની બાહેંધરી સાથે જ લોકમેળાનાં રાઈડસનાં 31 જેટલા પ્લોટ વહીવટી તંત્ર દ્વારા રૂા.1.26 કરોડમાં એક જ પાર્ટીને આપવામાં આવેલા છે. જેમાં રેસકોર્ષ ગ્રાઉન્ડની જમીનનો સોઈલ રીપોર્ટ અને એનડીટી રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ રાઈડસ સંચાલકોએ ફાઉન્ડેશનની જરૂરીયાત ન હોવાનું માની રાઈડસ આ પ્લોટમાં ખડકી દીધી છે. પરંતુ માર્ગ મકાન વિભાગ દ્વારા ફાઉન્ડેશનની ફરજ પડાતા આ પ્રકરણ ગુંચવાતા હવે હાઈકોર્ટમાં પહોંચી ગયુ છે હવે આ પ્રકરણમાં હાઈકોર્ટના ચુકાદા પર મીટ મંડાયેલી છે.