સોમનાથ મંદિર દિપાવલીના પર્વને લઇને રોશનીથી ઝળહળી ઉઠશે. મળતી માહિતી મુજબ દિપાવલીના બીજા દિવસે એટલે કે 25 ઓક્ટોમ્બરનાં રોજ જેમાં ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના હોઈ ત્યારે સૌપ્રથમ તેઓ સોમનાથ ખાતે હેલીપેડ ઉપર આવી સોમનાથ મહાદેવના દર્શન કરી ત્યારબાદ કાજલી જવા રવાના થશે. 25 ઓક્ટોબરનાં રોજ સૂર્યગ્રહણ હોઈ મંદિર ખાતે આરતી-પૂજા-અભિષેક સંપૂર્ણપણે બંધ રહેશે.25 ઓક્ટોબરે વેરાવળના કાજલી મુકામે ભારતીય જનતા પાર્ટીની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક સવારે 10 થી બપોરે 4 કલાક સુધી યોજાશે. આ બેઠક માં ભાજપના આગેવાનો અને સ્થાનિક નેતાઓ ગુજરાતમાં આવનારી વિધાનસભા ની ચુંટણી સંદર્ભે રાજકીય બેઠક અને ચર્ચાઓ કરશે તેમજ પાર્ટીના કાર્યકરોને માર્ગદર્શન આપશે.
વેરાવળના કાજલીમાં કાલે ભાજપની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક

You Might Also Like
Follow US
Find US on Social Medias