સાતમ-આઠમ તહેવારમાં મિની વેકેશન
જૂનાગઢ-સોમનાથ-દીવ સહિત સ્થળો હાઉસફુલ: ચાર દિવસ સુધી પર્યટકોના સૌરાષ્ટ્રમાં ધામા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સાતમ આઠમ તહેવારના દિવસોમાં મીની વેકેશન જેવો માહોલ સર્જાયો છે જેમાં સૌરાષ્ટ્ર ભરમાં આવેલ હરવા ફરવાના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળશે અગાઉથી હોટલો હાઉસફુલ જોવા મળી રહી છે ગઈકાલથી સાતમ આઠમના તેહવારો શરુ થઇ રહ્યા છે ત્યારે ચાર દિવસ સુધી પ્રવાસીઓ જૂનાગઢ ગીર સોમનાથ સહીત દીવ માં રજાની મજા માણવા ઉમટી પડશે. જૂનાગઢ – ગીર સોમનાથ સાથે દીવ સહીત અનેક હરવા ફરવાના સ્થળો આવેલ છે તેની સાથે ધાર્મિક સ્થળો પણ આવેલ છે ત્યારે પ્રતિ વર્ષે લાખોની સંખ્યામાં પ્રવસીઓ ઉમટી પડે છે ત્યારે અગાઉ થી હોટલો બુક કરાવી દીધી છે જેમાં પરિવાર સાથે જન્માષ્ટમી તેહવાર નિમિતે લોકો મીની વેકેશનની મજા માણવા ખુબ મોટી સંખ્યામાં જોવા મળશે.
જૂનાગઢમાં ગીરનાર પર્વત પર આવેલ રોપ-વે ની મજા સાથે શિખર પર આવેલ અંબાજી મંદિર સાથે ટોચ પર આવેલ ગુરુ દત્તાત્રય ભગવાનનું શિખર પર ભાવિકો ની ભીડ જોવા મળશે તેની સાથે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અશોક શિલાલેખ, નવાબી મ્યુઝિયમ સહીત અનેક સ્થળો જોવા મળે છે જયારે ગીર સોમનાથ સમુદ્ર તટે બિરાજમાન ભોળાનાથનું સોમનાથ મંદિર તેમજ વિશાળ દરિયા કિનારા સાથે ભાલકા તીર્થ મંદિર સહીતના સ્થળો જોવા લોકોની ભીડ જોવા મળશે તેની સાથે ગીર જંગલોમાં આવેલ કનકાઈ મંદિર અને બાણેજ ની સુપ્રસિદ્ધ ધાર્મિક જગ્યાએ પણ ભાવિકોનો ઘસારો થશે તેમજ સંઘ પ્રદેશ દીવમાં વિશાળ દરિયા કિનારા સાથે નાગવાબીચ અને દીવનો કિલ્લો તેમજ ફુદમ દરિયા કિનારે આવેલ પાંચ પાંડવ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવેલ શીવલીંગ ના શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં ભાવિકો ખુબ મોટી સંખ્યામાં દર્શન કરવા પધારે છે.
- Advertisement -
સાસણ ગીરમાં મુક્ત મને વિહરતા એશિયાટિક સિંહ પરિવાર ને જોવા એક મહિના પેહલા એડવાન્સ ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું છે સિંહ દર્શન માટે આવતા પ્રવસીઓને કોઈ અગવડતા ન પડે તેના માટે વન વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે રોજની 180 જેટલી જીપ્સીની ટ્રીપ દ્વારા સિંહ દર્શન કરી શકે તેની સાથે દેવળીયા સફારી પાર્કમાં પણ વન વિભાગ ની ચાલતી બસ ઉપરાંત અન્ય મીની બસો વધારાની ભાડે રાખીને દેવળીયા સફારી પાર્કમાં સિંહ દર્શન કરાવામાં આવશે ત્યારે સાસણ ગીર આસપાસ 250 જેટલી હોટલ તેમજ ફાર્મ હાઉસ આવેલ છે ત્યારે હાલ તમામ હોટલ અને ફાર્મ હાઉસ ફૂલ જોવા મળી રહ્યાં છે આમ તા.6 થી 10 સપ્ટેમ્બર સુધી મીની વેકેશનમાં ખુબ મોટી સંખ્યામાં દૂર દૂર થી પ્રવસીઓ સૌરાષ્ટ્રની મુલાકાત લેશે.