ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેરિયર કાઉન્સલિંગ સેલ (સીસીસી) અને કેરિયર કાઉન્સેલિંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સીસીડીસી), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી રાજ્ય અને કેન્દ્ર સરકારની જુદી જુદી-સ્પર્ધાત્મક પરીક્ષાઓની સફળ તૈયારી કાર્ય શાળાઓ અને રેગ્યુલર તાલીમના ભાગરૂપે કરવામાં આવે છે. સીસીડીસી ના તાલીમાર્થીઓ જુદી જુદી પરીક્ષાઓમાં રેકોર્ડ બ્રેક સફળતાઓ મેળવી સરકારી નોકરી મેળવેલ છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આ કામગીરીને બિરદાવેલ આવેલ છે. તાજેતરમાં જીપીએસસી વર્ગ 1 અને 2 ના નવા અભ્યાસક્રમ મુજબ વિદ્યાર્થીઓને સફળતા મેળવવામાં સરળતા રહે તે માટે આગામી 20 એપ્રિલ, 2025 ના રોજ યોજનાર જીપીએસસી વર્ગ 1 અને 2 માટેની પ્રાથમિક પરીક્ષાની તૈયારી કરતા છાત્રોને જનરલ સ્ટડીઝ અને વર્તમાન બનાવો વિષયક સચોટ અને સ્માર્ટ ટિપ્સ સાથે 10 દિવસ વિનામૂલ્યે માર્ગદર્શન આપવાનું આયોજન સીસીડીસી સૌરાષ્ટ્ર, યુનિવર્સિટી ખાતે કરવામાં આવેલ છે. તમામ છાત્રોને ઉપરોક્ત વિનામૂલ્ય યોજના તાલીમ શાળામાં ભાગ લેવા એક પાસપોર્ટ સાઇઝ નો ફોટો તથા જીપીએસસી ક્લાસ 1-2 નું ઓનલાઈન ભરેલ ફોર્મની ઝેરોક્ષ સાથે તા. 07-04-2025 સુધીમાં સીસીડીસી કાર્યાલય, ગ્રાઉન્ડ ફ્લોર, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે સંપર્ક કરવા “ટીમ સીસીડીસી” મારફત અનુરોધ કરાયેલ છે. આ કાર્ય શાળામાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનો હોય વહેલા તે પહેલા ના ધોરણે નિ:શુલ્ક રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે.