પી.એચ.ડી થીસિસ જમા કર્યાને 3 મહિને પણ કોઈ કાર્યવાહી નહીં
કારકિર્દીને ખતમ કરવાનું કાવતરૂં તથા માનસિક રીતે હેરાન કરતા હોવાની રાવ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે થોડા સમય પહેલા કોંગ્રેસે વિભાગના હેડશીપ બાય રોટેશન, રિઝલ્ટની મોડી કામગીરી સહિત મુદ્દે દેખાવો કર્યા હતા ત્યારે ફરીથી સૌરાષ્ટ્ર યુનિ.માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ રાજ્ય મહિલા આયોગમાં ફરિયાદ કરતા ખળભળાટ મચી ગયો છે. ફેકલ્ટી ઓફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના ઙવ.ઉ. વિદ્યાર્થીઓનો થીસિસ સબમિટ થયાને ત્રણ મહિનાથી વધુ સમય વીતી જવા છતાં યુનિવર્સિટી દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. વારંવાર ઙ.ૠ. વિભાગમાં સંપર્ક કરવા છતાં કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે મહિલા આયોગમાં લેખિત ફરિયાદ કરી છે.
આ ફરિયાદમાં જણાવાયું છે કે, આજના મોંઘવારી યુગમાં મા-બાપ મજૂરી કરીને અમને અભ્યાસ કરાવે છે. અમારું સંશોધન કાર્ય તા. 01/01/2022ના રોજ થયું અને યુનિ.ના જૂના એક્ટ અને સ્ટેચ્યુટ મુજબ અમારું યુનિ. દ્વારા વિનયન વિદ્યાશાખા અને મનોવિજ્ઞાન વિષયમાં રજિસ્ટ્રેશન થયું હતું. સંશોધન સંપૂર્ણ સંપન્ન થયા બાદ અમારું પીએચ.ડીનું થીસિસ જુલાઈ 2025ના રોજ યુનિવર્સીટી પી.જી. વિભાગમાં જમા કરાવ્યું હતું. ઉપકુલપતિ તથા પી.જી. વિભાગના અધિકારી તથા કર્મચારીઓએ અમારી થીસિસ ઈવેલ્યુશન માટે ન મોકલી. જેમનો જવાબ એ હતો કે તમારા ચાર મહિના થઈ ગયા છે. ઘણો સમય થયો છે. પરંતુ આ ફેકલ્ટીમાં ડીનની જગ્યા ખાલી છે. યુનિ.એ ખોટા અર્થઘટન કરીને અમારી કારકિર્દી રોકી રાખી તેના કારણે અમારું એક વર્ષ બગડ્યું છે તેના જવાબદાર યુનિવર્સિટીના મુખ્ય અધિકારીઓ છે. અગાઉ કુલપતિએ મીડિયા સમક્ષ બે દિવસમાં વિદ્યાર્થીઓની થીસિસ ઈવેલ્યુશન માટે મોકલી દેવા માટે ખાતરી આપેલ. પરંતુ આજદિન સુધી અમારી કોઈ કામગીરી આગળ વધી નથી. આવનાર દિવસોમાં અમારી માનસિક સ્થિતિને કારણે કોઈ અન્ય પગલું ભરાય તો તેની જવાબદારી માત્ર ઉપકુલપતિ ઉત્પલભાઈ જોશીની રહેશે. આપ આમાં અમારી કારકિર્દી માટે તાત્કાલિક યોગ્ય પગલાં લઈને કાર્યવાહી કરવા માગ કરી છે.
- Advertisement -
કુલપતિની ખાતરી માત્ર પોકળ :
બે દિવસમાં કામગીરી કરવાની જાહેરાત બાદ પણ કોઈ પ્રગતિ નહીં મીડિયા સમક્ષ કરેલી જાહેરાત બાદ પણ આજદિન સુધી થીસિસ ઈવેલ્યુએશન માટે ન મોકલાતાં યુનિવર્સિટીના મુખ્ય અધિકારીઓ સામે ઉઠતાં સવાલ
યુનિ.ની બેદરકારીથી એક વર્ષ બગડ્યું
ફેકલ્ટી ઑફ હ્યુમિનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સના વિદ્યાર્થીઓનો આક્ષેપ; ડીનની જગ્યા ખાલી હોવાના બહાને ખોટા અર્થઘટન કરાયા