સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું BBA-B.COM સેમ-5નું પેપર લીક
અંદરો-અંદરની લડાઈના લીધે આ કૌભાંડ બહાર આવ્યા હોવાની ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સતત વિવાદોથી ઘેરાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક નવા વિવાદમાં સપડાઈ છે. તા. 11ના રોજ લેવાયેલી બી.એસસીના પેપરમાં છબરડા બાદ ફરી બી.કોમનું પેપર લીક થતા વિદ્યાર્થીઓમાં હોબાળો મચી ગયો છે. આજે સવારે લેવાયેલી બીબીએ અને બીકોમની સેમેસ્ટર-5ની ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપર પરીક્ષા અગાઉ જ વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયાની વિગતો બહાર આવી છે. આ બન્ને પેપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો પર પણ પહોંચી ગયા હોવાનું પણ પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું ત્યારે આજે લેવાયેલી પરીક્ષા રદ કરવી પડી હતી. પેપરની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. ત્યારે એવું ચર્ચાઈ રહ્યું છે કે, યુનિવર્સિટીના સત્તાધીશોની ગોઠવણ ખુલ્લી પડી કે, પરીક્ષા નિયામક સોનીને ટાર્ગેટ કરવાનો કારસો. એવું પણ ચર્ચામાં છે કે, અંદરોઅંદરની લડાઈના લીધે આ કૌભાંડ બહાર આવ્યું છે.
પરીક્ષાના આગલા દિવસે જ ગ્રામ્ય વિસ્તારોમાં પેપર પહોંચી ગયા હતા
સામાન્ય રીતે પરીક્ષાની એક કલાક પહેલા જ કેન્દ્રો પર પ્રશ્નપત્રો પહોંચતા હોય છે પરંતુ બી.કોમ અને બીબીએનું પેપર અગાઉના દિવસે પહોંચી ગયા હતા. કેટલીક ખાનગી કોલેજના સંચાલકો પોતાની પાસે યુનિવર્સિટીએ મોકલેલા પેપર રાત્રે જ આવી જતા હોવાથી અમુક વિદ્યાર્થીઓને કોલેજે અથવા તો અન્ય સ્થળે લઈ જઈને ઉત્તરવહીમાં લખાવી લેતા હોવાની પણ ચર્ચા છે.
- Advertisement -
યુનિવર્સિટીના સત્તાધીશોના મનસ્વી નિર્ણયો: એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા
ખાનગી કોલેજોમાં પેપર રાત્રે જ લખાઈ જતાં હોવાની પણ ચર્ચા! ઈઈઝટ લાઈવ કોના લાભાર્થે બંધ કરાયા?
ભીમાણી-સોનીનું તંત્ર પરીક્ષા સંચાલનમાં નાપાસ
ત્રણ સેશનમાં પરીક્ષા ગોઠવવા પાછળ કોનું હીત? યુનિવર્સિટીમાં ઘર ફૂટે ઘર જાય તેવો માહોલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આ વર્ષથી જ બે નહિ પરંતુ એક દિવસમાં 3 તબક્કે પરીક્ષા લેવાનું શરૂૂ કર્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી પરીક્ષા ચાલી રહી છે ત્યારે બી.બી.એ. સેમેસ્ટર-5માં ડાયરેક્ટ ટેક્સ(નવો કોર્સ) અને બી.કોમ. સેમેસ્ટર-5માં ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ-1ના પેપરનું પેપર લીક કેવી રીતે થયું તે તપાસનો વિષય છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પરીક્ષાના બે કલાક અગાઉ પરીક્ષા કેન્દ્રો પર ઈ-મેલ કરીને પેપર પહોંચાડતી હતી ત્યારબાદ પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેની કોપી કાઢીને વિદ્યાર્થીઓને આપતા હતા. જો કે છેલ્લા કેટલાક સમયથી ફરી પરીક્ષા કેન્દ્રો પર અમુક સ્થળે એક દિવસ અગાઉ અને અમુક કેન્દ્રો પર પરીક્ષાના સમય પહેલા પેપર પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે બી.બી.એ. અને બી.કોમ. સેમેસ્ટર-5ની પરીક્ષા લેવાવાની છે ત્યારે 12 ઓક્ટોબરે જ મોટાભાગના કેન્દ્રો પર બંને પરીક્ષાના પેપર પહોંચાડી દેવામાં આવ્યા હતા અને આ કેન્દ્રમાંથી જ ક્યાંકથી પેપર લીક થયાનું પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે. છેલ્લા છ મહીનામાં જ્યારથી ડો.ગીરીશ ભીમાણી કાર્યકારી કુલપતિ બન્યા છે ત્યારથી યુનિવર્સિટી સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે. લાંબા સમય બાદ કાયમી પરીક્ષા નિયામક પદે નિલેશ સોનીની વરણીથી એવું લાગતું હતું કે, હવે પરીક્ષામાં થતા છબરડા અને કૌભાંડો બંધ થશે અને પારદર્શિતા આવશે પરંતુ સોનીનું પરીક્ષા તંત્ર નાપાસ સાબિત થયું છે.
પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં સોફ્ટકોપીમાં મોકલવામાં આવશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હવેની તમામ પરીક્ષાઓમાં ચછ કોડ સાથેનું પેપર કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે તમામ પરીક્ષાઓમાં પ્રશ્નપત્રો હાર્ડકોપીમાં નહીં પરંતુ સોફ્ટકોપીમાં પ્રશ્નપત્રો મોકલવામાં આવશે
પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટીની યુવા પાંખ છાત્ર યુવા સંગઠને હલ્લાબોલ કર્યું હતું અને કુલપતિ-પરીક્ષા નિયામકને તટસ્થ તપાસ કરવા અને કૌભાંડિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
સ્ક્વોર્ડ બંધ, CCTV કેમેરા બંધ, ચોરી કરનારાઓને મોકળું મેદાન
સૌરાષ્ટ્ર યુનિ.ના સત્તાધીશો જ ચોરી કરનારાઓને પ્રોત્સાહન કરતા હોય તેવું દેખાઈ રહ્યું છે. અગાઉ પરીક્ષામાં ચોરી અટકાવવા માટે આવતી સ્ક્વોર્ડ સીસીટીવી ફૂટેજ આવતા બંધ કરી દેવામાં આવી છે. ત્યારબાદ વિદ્યાર્થિનીઓની પ્રાઈવસીના બહાને ઈઈઝટ પ્રસારણ પણ રદ કરી દેવામાં આવ્યું છે.
બીકોમ-બીબીએનું પેપર લીક થતા ગજઞઈંના કાર્યકરોએ પેપર ફાડી યુનિવર્સિટી ખાતે વિરોધ કર્યો હતો. સમગ્ર મામલે તટસ્થ તપાસ થયાં બાદ જો સંચાલકોએ પેપર લીક કર્યું હોય તો તેની કોલેજની માન્યતા રદ્દ થવી જોઇએ અને દરેક પરીક્ષા કેન્દ્રનું જીવંત પ્રસારણ સીસીટીવી દ્વારા થવું જોઈએ તેવી રજૂઆત કુલપતિને કરી હતી.
સોમવારે BSC માઈક્રો અને .NET નું પેપર કોર્સ બહારનું હતું
અઠવાડિયામાં બીજી વખત આવું બન્યું છે કે, સોમવારે બી.એસસી માઈક્રો તથા ડોટ નેટની પરીક્ષા લેવાઈ હતી જેમાં કોર્સ બહારનું પેપર હતું. ત્યારે આજે પેપર ફૂટી જતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.