સૌરાષ્ટ્ર યુનિ.માં એકને ગોળ એકને ખોળ જેવી નીતિ
પોતાનો રોફ જમાવવા આડેધડ કર્મચારીઓની બદલી કરતાં સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ભીમાણી
- Advertisement -
‘આપ’ સામે જોરશોરથી લડવા પાટીલની સૂચના છતાં ભીમાણીની ‘આપ’ને મજબૂતાઈ આપવા પાછળની મેલીમુરાદ શું?
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ તરીકે ડો. ગિરીશ ભીમાણીએ ચાર્જ સંભાળ્યા બાદ યુનિ.માં ઉલ્ટીગંગા વહેવાનું શરૂ થયું છે અને ત્યારથી જ તેઓ પોતાની કાર્યશૈલીને લીધે ખૂબ વિવાદમાં છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાણી ‘આપ’ને મજબૂતાઈ આપી રહ્યા છે જ્યારે ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ આમઆદમી પાર્ટી સામે જોરશોરથી લડાઈ આપવા જણાવી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિ. ‘આપ’ને મજબૂતાઈ આપે છે. આમઆદમી પાર્ટીને ટેકો આપવા પાછળ કુલપતિ ભીમાણીની મેલીમુરાદ પાછળનું કારણ શું? તેવા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તેના પ્રમુખવિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીને જૂએ છે અને કેજરીવાલની ગુજરાત મુલાકાતથી અકળાયેલુ છે. સી. આર. પાટીલની સ્પષ્ટ સૂચના છે કે આમઆદમી પાર્ટીને કોઈપણ રીતે ક્યાંય મહત્ત્વ મળવું જોઈએ નહીં જ્યારે સૌરાષ્ટ્ર યુનિ.માં ઉલ્ટીગંગા વહે છે.
- Advertisement -
વધુમાં યુનિ.માં એકને ગોળ અને એકને ખોળ એ વિવાદિત તેમની કાર્યશૈલી છે, નીતિ નિયમને તેઓ ગાંઠતા નથી અને પોતાનું દાદાગીરી ચલાવવામાં સંપૂર્ણ નિયમને અભેરાઈ ઉપર ચડાવી દે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં એટલે કે છેલ્લા 57 વર્ષના સૌપ્રથમવાર વિના કારણ બંધારણનો ભંગ કર્યો તેમણે સેનેટના ઇલેક્શન કર્યા નથી, ભાજપના જૂના પ્રભાવી સભ્યોને વિજયભાઈ રૂપાણી જૂથના ખપાવી વર્તમાન સત્તાધારી જૂથના પાસેથી રાજકીય લાભ લેવા અને ગમે તેમ કરીને કુલપતિ થવા માટે હવાતિયા મારી રહ્યા છે, કર્મચારીઓ પર મનસ્વી પરિપત્ર કરી કોઈ એક મિનિટ મોડું આવશે તો તેના અડધા દિવસનો પગાર કપાશે એવા વટહુકમ જાહેર કરી જ્યારે ખૂબ વિરોધ થાય છે ત્યારે તે પરિપત્ર પાછો ખેંચી નવો જાહેર કરે છે અને તેમાં પાણીમાં બેસી જઈએ વર્ગ 1 અને 2ના કર્મચારીઓ માટે કોઈ જ નિયમ નહીં અને વર્ગ 3 અને 4ના કર્મચારીઓ ઉપર અતિ કડકાઈ આવી નીતિથી તેમની વિરુદ્ધ કર્મચારીઓમાં ખૂબ રોષ પ્રવર્તી રહ્યો છે.પોતાનો રોફ જમાવવા આડેધડ બદલીઓ કરી ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કામ સદંતર ઠપ થઇ ગયું છે, એમના ખૂબ પંકાયેલા એક માનીતા ઓફિસર જે હંમેશા કર્મચારીઓને હેરાન કરવામાં માને છે તેમની સલાહ ડોક્ટર ભીમાણીને ભેખડે ભરાવશે, જોડતોડના રાજકારણમાં તાજેતરનું એક નિર્ણય કરીને તો કાર્યકારી કુલપતિએ બધી જ હદ વટાવી દીધી છે.
તેમણે આમ આદમી પાર્ટીનો લેટરપેડ ઉપર આવેલી ફરિયાદને આધાર બનાવી આમ આદમી પાર્ટીનો લેટર બધી જ કોલેજોને સરક્યુલેટ કરીને કદાચ ચૂંટણી ફંડ ભેગું કરવા એક તપાસ સમિતિની રચના કરી છે અને આશ્ર્ચર્યજનક રીતે તેના અધ્યક્ષપદે ડોક્ટર નીદત્ત બારોટ જેવા કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા છે તેમને બેસાડ્યા છે. આ પગલાંને લીધે કાર્યકારી કુલપતિ વિરૂદ્ધ ભાજપ સંઘ પરિવારમાં ભયંકર રોષ પ્રવર્તી રહ્યો છે અને ઉચ્ચ કક્ષાએ આની ગંભીર રજૂઆતો ભાજપના જ લોકો કરી રહ્યા છે. ટૂંક સમયમાં જ કાર્યકારી કુલપતિને થૂંકેલું ચાખવું પડે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
પૂર્વ સેનેટ ડૉ.રાજદિપસિંહ જાડેજાએ યુનિ.ની નીતિને વખોડી
યુનિ.માં ભરતી પ્રક્રિયામાં અનામત નીતિનો અમલ કરવા કોંગ્રેસની માંગ
અધ્યાપકોના અનુભવના માર્કસ મેરીટમાં ઉમેરવા જોઈએ જેનો જાહેરાતમાં ઉલ્લેખ નથી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત અધ્યાપકો માટે ભરતી યોજાનાર છે. જેને લઈને યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અને કોંગ્રેસી નેતા રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવાની છે ત્યારે અનામત નીતિનો અમલ થયેલો નથી. કારણ કે જાહેરાતની અંદર આ કોટા મેઈન્ટેન થયેલ નથી. જેથી તેનો યોગ્ય અમલ થવો જોઈએ તે અમારી માંગ છે. આ ભરતી પ્રક્રિયાની અંદર જેટલા ઉમેદવારોએ અરજી આપેલ છે તે બધાને ઈન્ટરવ્યુ માટે બોલાવવા જોઈએ. અધ્યાપકોના અનુભવના માર્કસ મેરીટમાં ઉમેરવા જોઈએ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ આપેલ જાહેરાતમાં ઉલ્લેખ થવો જોઈએ, જે થયેલ નથી.
આ ભરતી પ્રક્રિયાની અંદર અમુક ઉમેદવારોએ પોતાની અરજી સમયમર્યાદામાં પોસ્ટમાં પોતાની અરજી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ જણાવેલ તારીખ મુજબ આપેલ છે. પરંતુ પોસ્ટમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પહોંચવામાં મોડું થવાથી તે અરજી માન્ય રાખવી જોઈએ.