વાવાઝોડાથી રાજકોટ શહેરમાં 19.95 લાખ અને ગ્રામ્યમાં 3.86 કરોડનું નુકસાન
કચ્છથી પણ વધુ જામનગર – દ્વારકા જિલ્લામાં ત્રણ ગણું નુકશાન થયું
- Advertisement -
હજુ ભુજનાં 86, અંજારના 53 અને દ્વારકા જિલ્લાનાં 30 ગામોમાં અંધારપટ
બિપરજોય વાવાઝોડામાં પીજીવીસીએલને 106 કરોડનું નુકસાન થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું છે તેમાં સૌથી વધુ જયાં વાવાઝોડું ટકરાયું હતું તે કચ્છમાં આજ દિન સુધીમાં માત્ર 19 કરોડ અને તેનાથી ત્રણ ગણું જામનગર-દ્વારકામાં પ7.83 કરોડનું નુકસાન થયું હોવાની વિગત જાહેર કરવામાં આવી છે. વીજ પૂરવઠો પૂર્વવત કરવા માટે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ હજુ અસરગ્રસ્ત વિસ્તારમાં હોવાનું જાણવા મળે છે.
વાવાઝોડાના છ દિવસ પછી પણ સૌરાષ્ટ્ર-કચ્છના 170 ગામડામાં વીજ પૂરવઠો પૂર્વવત કરી શકાયો નથી તેમાં દ્વારકાના 30, ભુજના 86 અને અંજારના પ3 ગામડાનો સમાવેશ થાય છે. આજે પીજીવીસીએલ સહિત અન્ય કંપનીના ઈજનેરોએ 451 વીજ ટ્રાન્સફોર્મર રિપેર કરી ગ્રામ્ય વિસ્તારના અંધારા ઉલેચ્યા છે.
- Advertisement -
વાવાઝોડાથી રાજકોટ શહેરમાં 19.9પ લાખ, રાજકોટ ગ્રામ્યમાં 3.86 કરોડ, મોરબીમાં પ કરોડ, પોરબંદરમાં 8.80 કરોડ, જૂનાગઢમાં 4.6 કરોડ, ભાવનગરમાં 1.44 કરોડ, બોટાદમાં 99 લાખ, સુરેન્દ્રનગરમાં 1.67 કરોડ, અંજારમાં 1ર.6ર કરોડ, ભુજમાં 6.88 કરોડ અને અમરેલીમાં ર.9ર કરોડ સહિત કુલ 106 કરોડનું નુકસાન થયું છે. દ્વારકા અને કચ્છનાં અમુક વિસ્તારોમાં હજૂ પાણી ભરાયેલ હોવાથી રિપેરીંગની કામગીરીમાં વિક્ષેપ થઈ રહ્યો છે આથી ભુજની 9, અંજારની 37 ઔદ્યૌગિક વસાહતમાં હજૂ પાવર સપ્લાય ખોરવાયો છે. આ ઉપરાંત દ્વારકામાં જયોતિગ્રામ ફિડરના 7, ભુજમાં ર8 અને અંજારમાં એક સહિત ખેતીવાડીના 1ર61 ફિડર બંધ હાલતમાં છે.