રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મુસ્લિમ સમાજ દ્વારા આજે ઈદ-અલ-અઝહા (બકરી ઈદ્)ની પરંપરાગત રીતે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ ઈદગાહ અને મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરી પરસ્પર એકબીજાને ગળે મળી ઈદ્ની મુબારકબાદી પાઠવી હતી. તેમજ દેશની એકતા ભાઈચારા અને વિકાસ માટે દૂઆ માંગી હતી.
કુરબાનીના પર્વ ઈદ-અલ-અઝહા પ્રસંગે સવારના રાજકોટના સદર ઈદ્ગાહમાં હાફીઝ અકરમ બાપુએ મુસ્લિમ બિરાદરોને ઈદ્ની નમાઝ પઢાવી હતી. જયારે સદર જૂમ્મા મસ્જિદમાં નાયબ મૌલાના સૈયદ અઝરૂદ્દીન બાપુ કાસમમીયાએ ઈદ્ની નમાઝ પઢાવી હતી.
- Advertisement -
આ ઉપરાંત શહેરની મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ્ની નમાઝ અદા કરી હતી. મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-અલ-અઝહા પ્રસંગે ગરીબોને જકાત ખેરાત કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છની તમામ મસ્જિદોમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-અલ-અઝહાની નમાઝ અદા કરવામાં આવી હતી.