રોનાલ્ડો પોતાના ક્લબનો સાથ છોડીને સાઉદી અરબનાં કોઈ ક્લબ સાથે જોડાઈ શકે છે. તેમને 1957 કરોડની ઓફર પણ મળી ચૂકી છે.
માન્ચેસ્ટર યુનાઈટેડ સાથે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની સફર જલ્દી જ પૂરી થઈ શકે છે. 37 વર્ષનો આ સ્ટાર ખેલાડી પહેલાથી જ ચેમ્પિયન લીગ રમવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યો છે, પણ તેના હાલના ક્લબનું પ્રદર્શન ખાસ રહ્યું નહીં. માન્ચેસ્ટર યુનાઈટેડની ટીમ ચેમ્પિયન્સ લીગ માટે ક્વોલિફાય નથી કરી શકી. હવે રોનાલ્ડો પોતાના ક્લબનો સાથ છોડીને સાઉદી અરબનાં કોઈ ક્લબ સાથે જોડાઈ શકે છે. તેમને 1957 કરોડની ઓફર પણ મળી ચૂકી છે.
- Advertisement -
It's always good to be with you! 👏🏽 #alwaystogether pic.twitter.com/QdpkKcuS0F
— Cristiano Ronaldo (@Cristiano) September 5, 2022
- Advertisement -
1957 કરોડની ફીસની ઓફર
પાંચ વાર બેલેન ડી ઓર ખિતાબ જીતનાર રોનાલ્ડો પહેલા જ પોતાનું ક્લબ બદલવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, પણ યૂરોપના કોઈપણ ક્લબે તેમને મોટી ઓફર આપી ન હતી. ચેલ્સી, બાયર્ન મ્યુનિખ, પીએસજી અને એટલેટિકો મેડ્રિડ પાસે રોનાલ્ડોને હાલના વિન્ડોનાં માધ્યમથી પોતાની ટીમમાં સામેલ કરવાની તક હતી, પણ કોઈએ પણ તેમને પોતાની સાથે ન જોડ્યા.
આ પહેલા રોનાલ્ડોએ સાઉદી અરબનાં એક ક્લબની ઓફર ઠુકરાવી હતી, જેમાં તેમને દર અઠવાડિયે 18.5 કરોડ રૂપિયા મળી રહ્યા હતા. જોકે તેમની ટીમ માન્ચેસ્ટર યુનાઈટેડ હાલના સમયમાં ચેમ્પિયન્સ લીગમાં સામેલ નથી. યૂરોપની લીગમાં પણ આ ટીમને પોતાની પહેલી જ મેચમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ રોનાલ્ડો યૂરોપીયન ક્લબ ફૂટબોલથી અંતર રાખવા લાગ્યા અને સાઉદી આરબનાં ક્લબની ઓફર સ્વીકાર કરી શકે છે, જેમાં તેમને દર વર્ષે 1957 કરોડ રૂપિયા મળશે.
Well done, lads! And a very special thank you to our supporters! 👏🏽
Let’s go, Devils! 💪🏽 pic.twitter.com/TB2WJRnrQO
— Cristiano Ronaldo (@Cristiano) September 4, 2022
રોનાલ્ડોએ પહેલાથી જ ચેમ્પિયન લીગ રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે
37 વર્ષના રોનાલ્ડોની કરિયર હવે લાંબી નથી. આવામાં સાઉદી અરબથી આવેલી ભારે ભરખમ સેલરી તેમને આકર્ષિત કરી શકે છે. સાઉદી અરબ ફૂટબોલ ફેડરેશનનાં અધ્યક્ષ યસીર અલ મિસહલે કહ્યું કે જો રોનાલ્ડો જેવા સ્તરનો ખેલાડી તેમના દેશમાં રમવા માટે આવે છે, તો આ તેમના માટે ખુશીની વાત હશે. આનાથી સ્પષ્ટ છે કે રોનાલ્ડો માટે સાઉદી અરબ ક્લબની ઓફર ખુલ્લી છે.