સાઉદી અરબ દેશના વ્યવસાયિક માળખામાં આગલા વર્ષ મોટા ફેરફાર કરવા જઇ રહ્યું છે. જે લોકો સાઉદી અરબમાં નોકરી કરવા ઇચ્છે છે, તેમના માટે આ ખરાબ સમાચાર છે.
મુસ્લિમ દેશો પર પ્રભાવ રાખનાર દેશ સાઉદી અરબએ હવે દેશના કન્સલ્ટન્સી બિઝનેસમાં 40 ટકા નોકરી સ્થઆનિક નાગરિકોને આપવાનો નિર્ણય કર્યો છે. સાઉદી અરબના માનવ સંસાધન અને સામાજીક મંત્રાલયએ 6 એપ્રિલ, 2023 સુધી 35 ટકા અને તેના પછીના વર્ષ એટલે 25 માર્ચ, 2024 સુધી 40 ટકા રહેવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયની અસર કેટલાય ક્ષેત્રો પર થશે. ખાસ કરીને નાણાકિય સલાહકાર એક્સપર્ટ, બિઝનેસ સલાહકાર એક્સપર્ટ, અને સાઇબર સુરક્ષામાં તેની અસર વધુ જોવા મળશે.
- Advertisement -
ભારતને કરશે આ રીતે અસર
જો કે, સાઉદી અરબમાં વિદેશી નોકરીયાતોમાં ભારતીયોની સંખ્યા ઘણી વધારે છે. હોટેલ અને માઇનિંગ ક્ષેત્રમાં નોકરી માટે ભારતીય યુવાનો સાઉદી અરબ જવા માટે સપના જુએ છે. સ્થાનીક આરક્ષણને લાગૂ થવાથી ભારતીય લોકોએ નોકરી મળવાની સંભવના ઓછી હોય છે. ભારતથી સાઉદી અરબમાં કામ કરનાર જનારની સંખ્યા દર વર્ષ લાખોમાં હોય છે. વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓમાં, કોવિડ લોકડાઉનમાં સાઉદી અરબથી 1 લાખ 18 હજાર લોકો ભારત પરત ફર્યા હતા.
સાઉદીના લોકો માટે નોકરીની તકો સર્જવાનું કારણ
સાઉદી અરબમાં બેરોજગારીનો દર 9 ટકાથી ઉપર ચાલી રહ્યો છે. આ નિર્ણયથી સાઉદીના લોકો માટે નોકરીની તકો વધવાની શક્યતા છે. સાઉદીના નાણામંત્રી મુહમ્મ્દ અલ-જાદાનએ કંસલ્ટેન્સી પ્રોફએસનની સેવાની શર્તોમાં સંસોધન પત્ર જાહેર કરતા કહ્યું કે, બધી કંપનીઓમાં સ્થાનિક લોકોનું પ્રભુત્વ નક્કી કરવા આદેશ આપ્યા છે.
ક્યા ક્ષેત્રો પર પડશે અસર
આ નિર્ણય પછી કેટલાય ક્ષેત્રો પર તેની અસર જોવા મળશે. ખાસ કરીને નાણા સલાહકાર એક્સપર્ટ, બિઝનેસ સલાહકાર એક્સપર્ટ, સાઇબર સુરક્ષા, સલાહકાર એક્સપર્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇન્જીનીયર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ એન્જીનીયર, પ્રોજેક્ટ મેનેજમેન્ટ વિશેષજ્ઞ જેવા ક્ષેત્રો પર તેમની સીધી અસર જોવા મળી શકે છે.