સાઉદી અરેબિયાના નિર્ણયને લઈ ભારતીય દૂતાવાસે કહ્યું કે સાઉદી સરકારના આ નિર્ણયથી રાજ્યમાં રહેતા 20 લાખથી વધુ ભારતીયોને રાહત મળશે
સાઉદી અરબ સરકારે ભારતીયોને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે ભારતીય લોકોને સાઉદી અરેબિયા જવા માટે વિઝા માટે અરજી કરતી વખતે પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટની જરૂર નહીં પડે. નવી દિલ્હીમાં સાઉદી અરેબિયન એમ્બેસી અનુસાર સાઉદી અરેબિયા જવા માટે વિઝા મેળવતી વખતે કોઈપણ વ્યક્તિએ પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ જમા કરાવવું ફરજિયાત નથી.
- Advertisement -
In view of the strong relations and strategic partnership between the Kingdom of Saudi Arabia and the Republic of India, the Kingdom has decided to exempt the Indian nationals from submitting a Police Clearance Certificate (PCC). pic.twitter.com/LPvesqLlPR
— Saudi Embassy in New Delhi (@KSAembassyIND) November 17, 2022
- Advertisement -
શું કહ્યું સાઉદી અરેબિયાએ ?
સાઉદી અરેબિયાના દૂતાવાસે આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે, સાઉદી અરેબિયા અને ભારત વચ્ચેના મજબૂત સંબંધો અને વ્યૂહાત્મક ભાગીદારીને ધ્યાનમાં રાખીને કિંગડમે ભારતીય નાગરિકોને પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પીસીસી) સબમિટ કરવાથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. તે જ સમયે, નિવેદનમાં, સાઉદી અરેબિયામાં શાંતિપૂર્ણ રીતે રહેતા 20 લાખથી વધુ ભારતીય નાગરિકોના યોગદાનની પણ દૂતાવાસ દ્વારા પ્રશંસા કરવામાં આવી છે.
સાઉદી અરેબિયાના નિર્ણય બાદ ભારતે શું કહ્યું ?
સાઉદી અરબ સરકારના આ નિર્ણયને ભારત સરકારે આવકાર્યો છે. સાઉદી અરેબિયામાં ભારતીય દૂતાવાસે કહ્યું કે સાઉદી સરકારના આ નિર્ણયથી રાજ્યમાં રહેતા 20 લાખથી વધુ ભારતીયોને રાહત મળશે.
ترحب سفارة الهند بهذا الإعلان وتشكر حكومة المملكة العربية السعودية على قرارها بإعفاء المواطنين الهنود من تقديم شهادة خلو السوابق (PCC).
وانه سيوفر الإغاثة التى يحتاجها اكثر من 2 مليون جالية هندية في المملكة العربية السعودية https://t.co/1dBuSzKWEN
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) November 17, 2022
સાઉદી અરબના નિર્ણયથી ભારતીયોને રાહત
વાસ્તવમાં કોઈપણ દેશ માટે વિઝા મેળવવું એ સરળ કાર્ય નથી. તેના માટે અનેક પ્રકારના દસ્તાવેજો સબમિટ કરવા પડે છે. જે બાદ તપાસ થાય છે અને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ વિઝા આપવામાં આવે છે. આવી સ્થિતિમાં પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. જેના કારણે લોકોનો ઘણો સમય પણ વેડફાય છે. પરંતુ કડક નિયમોના કારણે તે જમા કરાવવી પડે છે. જો કે હવે સાઉદી સરકારના આ નિર્ણયથી લોકોને ઘણી રાહત મળશે.
મહત્વનું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો મજબૂત થયા છે. ખાસ કરીને મોહમ્મદ બિન સલમાન સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બન્યા બાદ સાઉદી અરેબિયાનો ઝુકાવ ભારત તરફ વધતો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે બંને દેશો વચ્ચેની ભાગીદારી માત્ર ઉર્જા જ નહીં પરંતુ સ્વાસ્થ્ય અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં પણ મજબૂત બની છે. કોરોનાના સમયગાળા દરમિયાન પણ ભારત અને સાઉદી અરેબિયાનું નેતૃત્વ એકબીજાના સંપર્કમાં હતું.