ગુજરાતના 90 મળીને દેશના 292 બાળકો પણ હજયાત્રા નહીં કરી શકે
સાઉદી અરેબિયા દ્વારા ભારતનો 52 હજાર ક્વૉટા રદ કરીને 10 હજાર કરી નાખતા આ વર્ષે 42 હજાર મુસ્લિમા હજયાત્રાથી વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉપરાંત 12 વર્ષથી નાના બાળકોની હજયાત્રાની અરજી રદ કરવાનો પરિપત્ર પણ હજ કમિટી ઑફ ઈન્ડિયાને મોકલવામાં આવતા ગુજરાતના 90 મળીને દેશના 292 બાળકો પણ હજયાત્રા નહીં કરી શકે.
- Advertisement -
52 હજારથી 10 હજાર કરાયો ક્વૉટ
મુસ્લિમ આગેવાન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મિનિસ્ટ્રી ઑફ માઇનોરિટી અફેર્સની બેદરકારીના કારણે આ વખતે હજારો મુસ્લિમો હજથી વંચિત રહી જશે. હજ 2025 માટે ટૂર ઓપરેટરોને 52 હજાર બેઠકની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, સાઉદી અરેબિયાએ અચાનક જ 42 હજાર બેઠક રદ કરીને માત્ર 10 હજારનો જ ક્વૉટા આપતા ભારતના મુસ્લિમોમાં ચિંતા વ્યાપી છે કેમ કે 42 હજાર મુસ્લિમો આ વર્ષે હજ યાત્રા કરવા જઈ શક્શે નહીં. બીજીબાજુ અગાઉ હજ પ્રક્રિયા માટે વય મર્યાદાને લઈને કોઈપણ પ્રકારનો પ્રતિબંધ ન હતો. એમાં કોઈ પણ વયની વ્યક્તિ હજ પઢવા માટે જઈ શક્તી હતી. આ વખતે પહેલીવાર સાઉદી સરકાર દ્વારા 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર રોક લગાવવામાં આવતાં દેશના 292 બાળકો પૈકી ગુજરાતના 90 અને પંચમહાલનો 1 બાળક હવે હજયાત્રા નહીં કરી શકે.
ઉલ્લેખનિય છે કે, હજયાત્રામાં જવા માટેની તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવો નિયમો આવતાં લોકો નિરાશ થયા છે. મે મહિનાના પ્રારંભે હજ યાત્રાનો પ્રારંભ થશે. દેશભરમાંથી હજારો મુસ્લિમો વર્ષ 2025ની હજયાત્રા માટે તૈયારી કરી ચુક્યા છે. 12 વર્ષથી નીચેના બાળકો ઉપર પણ પ્રતિબંધ લગાવતા દેશના 290 બાળકો હજયાત્રા ઉપર જઈ શકશે નહીં.
- Advertisement -