ભારતીય જોડીએ સેમિફાઈનલમાં ગત વિશ્વ ચેમ્પિયનને હરાવીને ત્રીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો
વિશ્વની નંબર-1 ભારતીય બેડમિન્ટન જોડી સાત્વિકસાઈરાજ રન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ માત્ર 36 મિનિટમાં ચાઈનીઝ તાઈપેના લી ઝે હુઈ અને યાંગ પો હ્વાનને હરાવીને ફ્રેન્ચ ઓપન 2024નો ખિતાબ જીત્યો હતો. ભારતીય જોડીએ મેન્સ ડબલ્સની ફાઇનલમાં 21-11, 21-17થી જીત મેળવી હતી.
- Advertisement -
ભારતીય જોડીએ પ્રથમ ગેમ જીતવામાં માત્ર 15 મિનિટ લીધી
ભારતીયોએ જીતેલું આ વર્ષ 2024નું પહેલું અને સાતમું વર્લ્ડ ટૂર ટાઇટલ છે. આ વર્ષની શરૂઆતમાં આ જોડી બે ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી હતી. ભારતીય જોડીએ વર્ષ 2022માં પણ ફ્રેન્ચ ઓપનનો ખિતાબ જીત્યો હતો. સાત્વિકસાઈરાજ અને ચિરાગે 21-11ના માર્જિનથી પ્રથમ ગેમ જીતવામાં માત્ર 15 મિનિટ લીધી હતી.
Witness the magic of SAT-CHI, sealing the deal with absolute finesse at #FrenchOpen2024😍🥳
- Advertisement -
The sensational #TOPSchemeAthletes earned their 2⃣nd French Open title, outclassing 🇹🇼's Lee Jhe-Huei & Yang Po-Hsuan 21-11, 21-17 in straight games.
Never a dull moment with these two… pic.twitter.com/MZkYopTTiA
— SAI Media (@Media_SAI) March 10, 2024
ગત વિશ્વ ચેમ્પિયનને હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો
અગાઉ સેમિફાઇનલ રાઉન્ડમાં સાત્વિકસાઇરાજ અને ચિરાગે ગત વિશ્વ ચેમ્પિયન દક્ષિણ કોરિયાના કાંગ મિન્હ્યુક અને સિયો સેઉંગઝાએને બે સીધી ગેમમાં 21-13, 21-16થી હરાવીને તેમની ત્રીજી ફ્રેન્ચ ઓપન ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
આ વર્ષે સતત ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી
સાત્વિકસાઈરાજ અને ચિરાગની ભારતીય જોડીએ આ વર્ષે સતત ત્રીજી વખત ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ પહેલા ભારતીય જોડીને મલેશિયા ઓપનની ફાઇનલમાં અને ઇન્ડિયા ઓપનની ટાઇટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ પહેલા આ ભારતીય જોડીએ વર્ષ 2022માં ફ્રેન્ચ ઓપન ટાઈટલ જીત્યું હતું અને વર્ષ 2019માં રનર્સઅપ રહી હતી.