સેટેલાઇટ ઈઓએસ – 06 દ્વારા ગુજરાતની કેટલીક આકર્ષક સેટેલાઇટ તસવીરો કેપ્ચર કરાઈ છે. ગુજરાતની આ સેટેલાઇટ તસ્વીરો શેર કરી વડાપ્રધાન મોદીએ પૂછ્યું કે, શું તમે આ સુંદર ફોટા જોયા છે? ઈન્ડિયા સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઇશરો)ના ભરોસાપાત્ર ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (પીએસએલવી)એ શનિવારે એક ઈઓએસ અને અન્ય આઠ ઉપગ્રહોને બહુવિધ ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક ઇન્જેક્ટ કર્યા. ઈસરોએ આ સિદ્ધિને અનોખી ગણાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ટવીટમાં કહ્યું, શું તમે તાજેતરમાં લોંચ કરાયેલા અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ-6 (ઈઓએસ – 06) સેટેલાઇટ દ્વારા કેપ્ચર કરાયેલી સુંદર તસવીરો જોઈ છે? ગુજરાતની કેટલીક સુંદર તસવીરો શેર કરી રહ્યાં છીએ.ચક્રવાતની સારી આગાહીમાં અને આપણા દરિયાકાંઠાના અર્થતંત્રને વેગ આપવા માટે સ્પેસ ટેક્નોલોજી વિશ્વમાં આ પ્રગતિ આપણને મદદ કરશે. ઇશરોએ જણાવ્યું હતું કે ઈઓએસ – 06 ઉપગ્રહ, જે શનિવારે પીએસએલવી – સી 54ની મદદથી આઠ વધુ નેનો સેટેલાઈટ્સ સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
Have you come across breathtaking images from the recently launched EOS-06 satellite? Sharing some beautiful images of Gujarat. These advances in the world of space technology will help us to better predict cyclones and promote our coastal economy too. @isro pic.twitter.com/JD6eu7JzOK
— Narendra Modi (@narendramodi) December 2, 2022
- Advertisement -
પ્રથમ તસવીર મંગળવારે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી)માં મળી હતી. આ ફોટોગ્રાફ્સ હિમાલયનો વિસ્તાર ગુજરાત કચ્છ વિસ્તાર અને અરબી સમુદ્રને આવરી લેતા શાદનગરના હતા. આ તસવીર ઓશન કલર મોનિટર અને સી સરફેસ ટેમ્પરેચર મોનિટર સેન્સરની મદદથી લેવામાં આવી છે.