સિંહ દર્શન માટે અગાઉથી જ ઓનલાઇન પરમિટ બૂકિંગ : હોટલ, ફાર્મ હાઉસ પણ બૂક થઇ ગયા
સાસણ સિંહ દર્શને આવતાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે કમલેશ્વર ડેમ
- Advertisement -
ગીરનાં કમલેશ્વર ડેમ સાઇટ પર 300 પક્ષીનો વસવાટ
કોરોના કાળ બાદ એક સાથે ચાર દિવસની રજા આવતા લોકો ફરવા ઉપડી પડ્યાં
વિશ્વભરમાં એશિયાઇ સિંહો પ્રવાસનની દ્રષ્ટિએ આકર્ષણનું કેન્દ્ર છે. દર વર્ષે સાસણમાં લાખો પ્રવાસીઓ સિંહ જોવા આવે છે. સાસણમાં સિંહ દર્શન દરમિયાન ગીર નેશનલ પાર્કના રૂટ ઉપર કમલેશ્વર ડેમ પર થી સોરઠ ધરાનું સોહામણું સ્વરૂપ જોવા મળે છે. સાથે જ પર્વતોની વચ્ચેથી સૂર્યોદય-સૂર્યાસ્તનો અદભુત નજારો પણ માણવા મળે છે.સાસણથી 13 કિલોમીટર દુર આવેલ કમલેશ્વર ડેમ મગર કોલોની તરીકે પણ જાણીતો છે. હિરણ નદી પર બાંધવામાં આવેલ આ ડેમ પ્રકૃતિ અને પક્ષીઓની ફોટોગ્રાફી માટે પરફેકટ સ્થળ છે. અહિ 300 થી વધુ પક્ષીઓ જોવા મળે છે. કમલેશ્વર ડેમથી સોરઠ ધરાનો કુદરતી સૌદર્યનો નજારો માણવા માટે બેસ્ટ ટાઇમ વ્હેલી સવાર માનવામાં આવે છે.
- Advertisement -
નેશનલ પાર્કમાં સિંહની સાથે સાથે અન્ય વન્યજીવોને નિહાળતા, આંબલા પાટિયા વિસ્તાર, ધોળી વોકળી વિસ્તાર જેવા પોંઈટ પ્રવાસીઓને નિહાળવા મળે છે. કમલેશ્વર ડેમ જે ગીર મધ્યે હિરણ નદી પર બાંધવામાં આવેલ છે. જે હિરણ-1 સિંચાઇ યોજના તરીકે પણ અળખાય છે. કમલેશ્વર નેસ પાસે હિરણ નદી ઉપર ગીર જંગલ વિસ્તારમાં બાંધવામાં આવેલ આ ડેમનું કામ વર્ષ 1955માં ચાલુ કરી વર્ષે 1959 માં પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ ડેમ વન્યજીવોને પીવાના પાણી માટે મહત્વનો સ્રોત છે.
કોરોનાનાં કારણે લોકો બહાર નિકળી શકતા ન હતાં. ત્યારે હાલ કોરોનાની લહેર ખતમ થઇ ગઇ હોય લોકો ફરવા નિકળી પડયાં છે. તેમા પણ હોળી અને ધૂળેટી ઉપર ચાર દિવસની રજા હોય લોકો ફરવા નિકળી પડ્યાં છે. ખાસ કરીને સાસણમાં આગઉથી જ બુકીંગ થઇ ગયું છે. સિંહ દર્શન માટે ઓનલાઇન બુકીંગ ફૂલ થઇ ગયું છે. તેમજ હોટલ, ફાર્મ હાઉસ પણ બુક થઇ ગયા છે.15 માર્ચથી 21 માર્ચ સુધી ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે.
વર્ષ 2021 અને 2022માં કોરોના કાળ રહ્યો હતો. કોરોના કાળમાં કેટલાક પ્રતિબંધોનાં કારણે લોકો બહાર નિકળી શક્યાં ન હતાં. પરંતુ હાલ કોરોનાની લહેર સમાપ્ત થઇ ગઇ છે. સરકારે પ્રતિબંધો પણ હળવા કરી દીધા છે. જેના કારણે લોકો હવે ફરવા નિકળી રહ્યાં છે. ગુજરાતની બહાર જવાની જગ્યાએ લોકો હવે જૂનાગઢ, સાસણ, સોમનાથ, દીવની પસંદી કરી રહ્યાં છે. તેમા પણ સિંહ દર્શન માટે લોકો સાસણ આવી રહ્યાં છે. સફારીમાં સિંહ દર્શન માટે ઓનલાઇન પરમીટ મેળવવી પડે છે. અહીં આવતા લોકોએ પહેલેથી જ ઓનલાઇન પરમીટ મેળવી લીધી છે. તા. 15 માર્ચથી લઇને 21 માર્ચ સુધી ઓનલાઇન બુકીંગ થઇ ગયું છે. સાત દિવસનું અગાઉથી જ બુકીંગ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત સાસણ અને ગીરમાં આવેલા હોટલ, ફાર્મ હાઉસમાં પણ 80 ટકા ઉપર બુકીંગ થઇ ગયું છે. કારણ કે હોળી અને ધૂળેટીનાં મળી ચાર દિવસની રજા આવી રહી છે. પરિણામે લોકો સાસણ અને જૂનાગઢ ફરવા આવી રહ્યાં છે.
રોપ-વેમાં જવાવાળા જૂનાગઢમાં રોકાણ કરશે
જૂનાગઢમાં ગિરનાર રોપ-વેના કારણે પણ લોકોનું આકર્ષણ વધ્યું છે. રોપ-વેની એક દિવસની મર્યાદા 8 હજાર જેટલા પ્રવાસીઓની છે. રોપ-વેની સફર કરવા માટે લોકો જૂનાગઢમાં રાત્રી રોકાણ કરતા હોય છે. વહેલી સવારનાં રોપ-વેની મોજમાણી સાસણ કે સોમનાથ ફરવા ઉપડી જતા હોય છે.અથવા તો સાસરણ કે સોમનાથ ફરી જૂનાગઢમાં રોકાણ કરતા હોય છે.
કાલથી સાસણ તરફ પ્રવાસીઓનો પ્રવાહ
15 માર્ચથી ઓનલાઇન પરમીટ મેળવી લીધી છે. હવે આવતીકાલથી લોકો સાસણ પહોંચી જશે. આવતીકાલથી જૂનાગઢ તરફનાં માર્ગો પણ ટ્રાફીક જોવા મળશે. સંળગ સાત દિવસ સુધી ટ્રાફીક જોવા મળશે.
દેવળીયા પાર્કમાં જવા માટે સ્થળ પરથી ટિકિટ
સાસણમાં દેવળીયા પાર્કમાં જવા માટે સ્થળ ઉપરથી ટીકીટ મળી શકશે. આ ઉપરાંત જીપ્સીમાં જવા માંગતા હોય તો સિંહ સદન પરથી પણ ટીકીટ મળી શકશે.