વર્ષો જુની સમસ્યાનો ઉકેલ ઠેરને ઠેર: પ્રદુષણ બોર્ડના દાવાને ચલેન્જ કરતા ગ્રામજનો
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ તાલુકા સહિત અન્ય તાલુકાના ગામડાઓ પાસેથી પસાર થતી ઉબેણ નદીમાં જેતપુર અને ભેંસાણમાં સાડી ધોલાઇના ઘાટનું પ્રદુષીત પાણી નદીમાં છોડવામાં આવે છે. જેના લીધે નદીનું પાણી પ્રદુષીત થતા ગ્રામજનોને પીવાલયક તો નહીં પણ ઘર વપરાશ લાયક પણ નથી અને આસપાસના ગામોના પાણીના તળ પણ પ્રદુષીત થા છે અને ખેતી પાકને પણ નુકશાન થયુ છે.
જયારે પ્રદુષીત નદી મામલે મજેવડી, પત્રાપસર સહિતના ગામના સરપંચોએ જૂનાગઢ ધારાસભ્ય સંજયભાઇ કોરડીયાને પત્ર લખી ઉબેણ નદીમાં થતુ પ્રદુષણ મામલે કયારે અટકાવશો તેવો પત્ર લખી ઘટતુ કરવાની માંગ કરી છે. જેમાં ગ્રામજનોને ચામડીના રોગ સાથે કેન્સરના રોગ થયાનો ઉલ્લેખ પણ કર્યો છે. જયારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છે સર્વે બતાવ્યો છે તે સર્વે થયો જ નથી ! અને માત્ર મજેવડી ગામમાં જ 10 જેટલા વ્યક્તિને કેન્સર છે અને 50થી વધુ લોકો ચામડીના રોગથી પિડાઇ રહ્યા છે. ડાંઇગ ઉદ્યોગનું પ્રદુષીત પાણી નદીમાં ઠલવાઇ છે ત્યારે નદી અતિ પ્રદુષીત બની છે.