ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ના લોઢવા ગામના સરપંચ દ્રારા છેલ્લા 15 વર્ષ થી વધુ પોતાના ગામમા જન્માષ્ટમીના તહેવાર નિમીતે જરુરીયાતમંદ દરેક પરીવારોને વિનામુલ્ય ફરસાણ અને મીઠાઇનુ વિતરણ કરાઇ રહ્યુ છે જે પરંપરા આજે પણ ચાલુ રાખવામા આવી છે. છેલ્લા 15 વર્ષ થી પણ વધુ સરપંચ તરીકે પોતાની સેવા લોઢવા ગામે આપતા હીરાભાઇ વાઢેર જે હાલના પણ સરપંચ છે તેમના દ્રારા તેમના ગામ લોઢવામા કોઇપણ પરીવાર જન્માષ્ટમીના તહેવારમા ઉદાસ ન થાય અને તે પણ અન્ય પરીવારની જેમ તહેવાર માણી શકે તે માટે કોઇપણ જાતીના ભેદભાવ વગર ફરસાણ તેમજ મીઠાઇનુ 1800 જેટલા પરિવારને વિનામુલ્ય વિતરણ કરવામા આવે છે તેમ આ વર્ષે પણ છેલ્લા આઠ દિવસથી ચોખ્ખુ ઘી અને તેલમા ફાફડી ગાઠીયા, તીખા ગાઠીયા, ભાવનગરી ગાઠીયા, ચવાણુ, મીઠાઇ સહીતની તમામ વસ્તુઓ બનાવવામા આવી છે અને જેનુ આજરોજ વિતરણ કાર્યક્રમ રખાયો હતો જેમા સાસંદ રાજેશ ચુડાસમા, જીલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા જીલ્લા પંચાયત ના સદસ્ય બાબુભાઇ પરમાર, સુત્રાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રામભાઇ વાઢેર સહીત અગ્રણીઓની ઉપસ્થિતમા વિતરણ કરવામા આવેલ હતુ.
લોઢવા ગામના સરપંચએ તહેવાર સબબ 1800 પરિવારને પહોંચાડે છે વિનામૂલ્યે ફરસાણ
