સરગમ લેડીઝ કલબ આયોજિત નવરાત્રી મહોત્સવને મળી ભવ્ય સફળતા
બહેનો ઉપર થયો લાખેણા ઇનામોનો વરસાદ : સહયોગ આપનારા તમામનો આભાર માનતા ગુણવંતભાઈ ડેલાવાળા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
છેલ્લા નવ દિવસથી શહેરનો નંબર-વન રાસોત્સવ બની રહેનાર ગોપી રાસોત્સવની મેઘાવી માહોલમાં શાનદાર પુર્ણાહુતી થઇ હતી. છેલ્લા દિવસે આભમાં ચાંદલિયો અને ધરતી ઉપર એટલે કે ગ્રાઉન્ડ ઉપર નયનરમ્ય લાઈટીંગને લીધે સોનેરી સુરજ ઉગ્યો હોય તેવી અનુભૂતિ થતી હતી. છેલ્લા દિવસે મેગા ફાઈનલ માણવા માટે વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓ ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા બહેનોને ઇનામો આપ્યા હતા.
છેલ્લા દિવસે રાસની રંગત જામી હતી. ઓરકેસ્ટ્રા અને સિંગરોએ એક એક થી ચડિયાતા ગરબા રજૂ કર્યા હતા તો બીજી તરફ બહેનોએ કુમકુમ પગલાં સાથે જુદી જુદી સ્ટાઈલનાં ગરબા રમીને શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતુ. આમ, સિંગરો અને ખેલૈયાઓની જુગલ જોડીએ આ રાસોત્સવને ચાર ચાંદ લગાડી દીધા હતા. છેલ્લા દિવસે આ રાસોત્સવ માણવા માટે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને બહેનોની કલાને બિરદાવી હતી. મેગા ફાઈનલમાં પણ મોટી સંખ્યામાં મહેમાનો ઉમટી પડ્યા હતા. નિર્ણાયક તરીકે નીલુબેન મહેતા, કાશ્મીરાબેન નથવાણી, માયાબેન પટેલ, ભાવનાબેન બગડાઇ સેવા આપી હતી. મેઘા ફાઇનલ માં 25 બહેનો ને સિલેકટ કરવામાં આવેલ જેમને પ્રાઇઝ આપવામાં આવી હતી. ઓરકેસ્ટ્રા મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા (મુબઇ), નિલેષ પંડ્યા (રાજકોટ), પ્રિયાબેન જોશી, ડો. પ્રીતિ ભટ્ટ, તેમજ આશીફ ઝરીયા અને યુનુસ શેખ એલાઉન્સર દિનેશભાઇ બાલાસરા અને કીબોર્ડ તુષાર ગોસાઇ, રીધમ માં રીલેશ પરમારનાં ગરબા રજૂ કરાયા હતાં.
- Advertisement -
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ આ રાસોત્સવમાં સહયોગ આપનારા સૌનો આભાર માન્યો છે. તેમણે રાજ્ય સરકાર, ડી.એચ. કોલેજના સંચાલકો, પોલીસ તંત્ર, મહાપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર, સમગ્ર મીડિયા જગત, દાતાઓ, શુભેચ્છકો, ગરબા પ્રેમી જનતા તેમ જ જેને કારણે આ રાસોત્સવ સફળ થયો છે તે બહેનોનો આભાર માન્યો હતો.
આ સમગ્ર રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાનાં માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરીશભાઈ લાખાણી, જગદીશભાઈ ડોબારીયા, સ્મિતભાઈ પટેલ, યોગેશભાઈ પુજારા, મનીષભાઈ માડેકા અને લેડીઝ ક્લબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, સુધાબેન ભાયા, જસુમતીબેન વસાણી, અલકાબેન કામદાર, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, ડો. અલકાબેન ધામેલિયા, જ્યસુખભાઇ ડાભી, મનમોહનભાઈ પનારા કનૈયાલાલ ગજેરા, ભરતભાઇ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, દીપકભાઈ શાહ, કૌશિકભાઈ વ્યાસ વગેરેએ જહેમત ઉઠાવી હતી.