ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
તા. 09/05/24 થી 19/05/24 સુધી 11 દિવસ કોટક સ્કૂલ મોટી ટાંકી ચોક સરગમ લેડીઝ કલબના ઉપક્રમે ફક્ત બહેનો માટે સમર કલાસીસ નો સમાપન સમારંભ યોજાયો. સમર ક્લાસ માં જે ટીચર્સ આવેલ જૈનાબબેન સામ, લીનાબેન જોલાપરા, મીરલબેન ખારેચા, ભરતભાઈ દુધકીયા, રાધિકાબેન મકવાણા, આરુશિબેન શાહ, નયનાબેન જૈન, રીનાબેન કંટ્રોડીયા, અલ્પાબેન ચૌહાણ, મેઘાબેન પારેખ, નલિનીબેન ભીંડોરા આ તમામ બહેનો ને મહેમાનો દ્રારા આકર્ષણ સર્ટીફીકેટ તેમજ બાન લેબ્સ કંપની દ્રારા મોમેન્ટો તેમજ ગીફ્ટ વાઉચર આપવામાં આવેલ અને ભાગ લેનાર તમામ બહેનો ને સર્ટીફીકેટ આપવામાં આવેલ. આ સમર કેમ્પમાં અમોને ધ કો.ઓપ. બેંક ઓફ રાજકોટ લી. – બાન લેબ્સ કંપની – રાધિકા જવેલર્સ – મહાવીર સેવા ટ્રસ્ટ – જોહર કાર્ડ્સ – રાજકોટ કેળવણી મંડળ નો સહયોગ મળેલ.
- Advertisement -
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળા, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જશુમતીબેન વસાણી, અલ્કાબેન કામદાર, ગીતાબેન હિરાણી, ચેતનાબેન સવજાણી, ડો. અલ્કાબેન ધામેલીયા, છાયાબેન દવે, સુધાબેન ભાયા, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, જયશ્રીબેન મહેતા, ભાવનાબેન મહેતા, સુધાબેન દોશી, મધુરિકાબેન જાડેજા, ઉર્વશીબેન ટાંક, હેતલબેન થડેશ્વર, અર્ચનાબેન જોશી, ગીતાબેન ઉનાગર, મિતલબેન ચગ, કલ્પનાબેન રાજયગુરૂ તેમજ લેડીઝ કલબના કમિટી મેમ્બરએ જહેમત ઉઠાવી.