દશેરાએ રાત્રિના 8-45 કલાકે હેમુ ગઢવી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાસ – ગરબા – રાસડાથી માઁ જગદંબાની આરાધના થશે
માઁ દુર્ગાના નવા રૂપ થકી કંકણની પરંપરાગત માઁની આરાધના કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ કલબ, ગેલેકસી ગ્રુપ, શ્રીહંસ એજ્યુ. ટ્રસ્ટ દ્વારા શક્તિ આરાધના, શક્તિપીઠ ધવા, ત્રિશુળ શંખ ઘંટારવ સહિતની ઝાંખી કરાવવામાં આવી હતી. તા. 12ના દશેરાના દિવસે હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે 8-45 કલાકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત રાસ ગરબા રાસડાથી મા જગદંબાની આરાધના કરવામાં આવશે. આ તકે અકિલા મોભી કીરીટભાઈ ગણાત્રા આશીર્વાદથી કૃતજ્ઞ કંકણની આરાધનામાં પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ, ડો. ભરતભાઇ પટેલ, મ્યુઝિક હેડ (ઓલ ઈન્ડિયા રેડિયો), અતુલ રાનીંગા, (જાણીતા સંગીતકાર, મુંબઈ), રાજીવ શ્રીમાળી (ગેલેક્સી ગરબી મંડળ, – ૠૠખ), હિરેન્દ્રસિંહ હાર્દિકની બેલડી સંગીતની અદભૂત ધૂનોથી દિવ્ય અનુભૂતિ કરાવશે. માની આરાધના આ સંગીત સાથેની આ પ્રસ્તુતિમાં ગાર્ગી વોરા, નેહા સોલંકી, ગીતાબેન હેમંત ચૌહાણ, નિધી ધોળકિયા, હાર્દિક રાઠોડ, રાજીવ શ્રીમાળી, નીતિન દેવકા, મીનાક્ષી વાઢેર જેવા કર્ણપ્રિય સૂરોના ગીતકારોના સમન્વયથી ઝાંખી થશે. સરગમ ક્લબ – ગેલેક્સી ગ્રુપ શ્રી હંસ એજ્યુકેશન ટ્રસ્ટ, રાજકોટ કંકણની પ્રસ્તુતિમાં વજુભાઈ વાળા દીપ પ્રાગટ્ય કરનાર છે. હંસદેવજી નથુરામ સાગઠિયા કંકણ કેળવણીકાર, અને ડો. ઘનશ્યામ જાગાણી (સદભાવના હોસ્પિટલ)ના આશીર્વાદ હંમેશા કંકણના પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. માંની આરતી માટે ગુણવંતભાઈ ડેલાવાલા, કિરણભાઈ પટેલ, ડો. અલ્પાબેન ત્રીવેદી, અરવિંદભાઇ પટેલ, મનીષભાઈ માડેકા, સુરેશભાઇ નંદવાણા, ડો. ભરતભાઇ પટેલને ભાવભર્યું આમંત્રણ પાઠવાયું છે તેમજ અરવિંદભાઇ પટેલ, મનીષભાઇ માડેકા, સુરેશભાઇ નંદવાણાનો સહયોગ મળેલ છે.આ તકે અનુવાદક અશોકકુમાર હંસદેવજી સાગઠિયા દ્વારા અનુવાદ કરેલ પુસ્તક ડો. ઝીવાગો (સંપૂર્ણ ભાવાનુવાદ), ડો. ઘોડાગાડીવાળાનું વજુભાઈ વાળાના વરદહસ્તે વિમોચન કરવામાં આવશે. 42 વર્ષથી કંકણ ગ્રુપના સ્થાપનાથી આજ સુધી કળા ધારિત્રી સોનલબેન શ્રીદેવી સાગઠિયા અવિરત અડીખમ માંની ભક્તિ આરાધના સાથે કંકણની પ્રસ્તુતિ કરે છે. તેમણે સહકાર અને સાથ આપનાર કાર્યક્રમનું સંપૂર્ણ સંકલન કરનાર કંકણ સંચાલિત – નૃત્ય નિર્દેશિકા ટિવકલ સવિતા જાગાણી પણ આ કૃતિ સાથે માંની આરાધના કરે છે. સમગ્ર કાર્યક્રમનું રસભર સંચાલન જાણીતા ગુજરાતી ફીલ્મોના અભિનેતા અને લેખક હર્ષદ માંકડ અને કંકણ સંસ્થાપિકા ક્લાધારીત્રી સોનલબેન હંસદેવજી સાગઠિયા કરશે. આ કાર્યક્રમ દ્વારા શુભશ્રી આચાર્ય ઠકરાર, ઝલક મમતાબેન પંડયા, ડો. જુહી શિલ્પાબેન ભોજાણી, નેહા સમીર ગાંધી દ્વારા સૌને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.
ગુજરાતની ગરિમા સમાન ગુજરાતની ગૂર્જ્રરીઓ યેશા માંકડ, જીનલ કોટેચા, પલક મહેતા, મીરવા સગપરીયા, અંજલી બારોટ, ખ્યાતી કીકાણી, યશ્ર્વી પટેલ, શ્રેયા બારોટ, ધ્રુવી દતાણી, સોનલ રાવલ, શ્રદ્ધા મૂલીયા, અસ્મિતા શ્રીમાળી, ક્રિષા નથવાણી, લજુમી પટેલ, પ્રિયાંશી મુલીયા, કિર્તીદા દવે, પ્રિયાંશી પરમાર, કૈરવી ડોડીયા, મીરા રાવલ, માનસી રાવલ,મીરા ડોડીયા, અનિલા કલોલા, કપિલા ગોસ્વામી, દીપતી ચૌહાણ, શ્રીયા લાડવા, જલ્પા ઠાકર, નિધિ વ્યાસ,, જ્યોતિ ચૌહાણ, રિધ્ધી મુંડિયા, વૈશાલી પટોળિયા, મોહિતા ગોંડલિયા, આરતી રાઠોડ, શીતળ ચાવડા, પ્રભા ભાસા, જ્યશ્રી પટેલ, દર્શના મુળાશિયા, દીપ્તી ચૌહાણ, કાયનાત મામટી, વિશ્વા સાગર, ઈશા શિંગાળા સૂર – સંગીતના અમન્વય સાથે માં ની ભક્તિ સાથે બધી પ્રસ્તુતિઓ રજૂ કરશે. કાર્યક્રમનો પ્રારંભ આધશક્તિમાની આરતીના નાદ સાથે 1551 દીવાઓની જ્યોતિથી ઝળહળાટ કર્તા સમગ્ર પ્રેક્ષક ગણના ગાન અને વર્ડ હસ્તે હેમુગઢવી હોલ ખાતે થશે. દશેરા તા. 12/10/24 ના દિવસે સવારના 9/30 કલાકે વહેલા તે પહેલાના ધોરણે કાર્યક્રમના પ્રવેશ કાર્ડ જે.જે. કુંડલિયા કોલેજ શાસ્ત્રી મેદાન સામેથી વિતરણ કરવામાં આવશે.