કુવાડવા રોડ પરના કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે સર્વસમાજની 11 દીકરી લગ્નગ્રંથિથી જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
સરદાર પટેલ ટ્રસ્ટ, રાજકોટ દ્વારા તા. 13 ને રવિવારના રોજ સર્વજ્ઞાતિય 11 દીકરીના તૃતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. કુવાડવા રોડ પર આવેલ કાર્તિક પ્લોટ ખાતે સાંજે 5 વાગ્યાથી શરૂ થનાર લગ્નોત્સવમાં દીકરીઓને આશીર્વાદ તથા આર્શીવચન આપવા કનેસરા ધામના રામભગત તથા અનેક રાજકીય તથા સામાજિક આગેવાનો ખાસ હાજર રહેશે. આ સમૂહ લગ્નોત્સવમાં દીકરીઓને સોના-ચાંદી સહિત 100થી વધુ કરિયાવરની વસ્તુઓને લાખેણો કરિયાવર આપવામાં આવશે. સમૂહ લગ્નોત્સવમાં નામાંકિત કલાકારો યોગીતા પટેલ, મોન્ટુ મહારાજ (ભૂદેવ), મીતા ચૌહાણ, એન્કર રીયા તન્ના સહિતનાઓ ભાતીગળ લગ્નગીતોથી લગ્નોત્સવની શોભા વધારશે. આ આયોજનને સફળ બનાવવા સરદાર સમૂહ લગ્ન સમિતિના આયોજકો જીતેન્દ્ર રાબડીયા, નીશાંત ગજેરા, રીંકલ પટેલ, જીજ્ઞેશ પટેલ, વિપુલ પટેલ, અંકિત ગજેરા, જીનેશ અકબરી, ડી. કે. પટેલ, રસીક પટેલ, કાનો લીંબાસીયા, બાલુ પટેલ, નિખીલ રૈયાણી, અલ્પેશ ઝાલાવાડીયા, હિરેન રાંક, કમલેશ સુદાણી, કિશન રાબડીયા, રાહુલ ખુંટ, ભાવેશ રામાણી જહેમત ઉઠાવી રહ્યા છે. આજરોજ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આયોજકો વિપુલ પટેલ, કાનો લીંબાસીયા, અલ્પેશ ઝાલાવાડીયા, અંકિત ગજેરા, કિશન રાબડીયા, હિરેન રાંક આવ્યા હતા.