ખાસ-ખબર સંવાદદાતા
ઊના તાલુકાના ગીરગઢડાના સનવાવ ગામની જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રામિક શાળાની સ્થાપના 1948ના રોજ થઈ હતી. જેને 7પ વર્ષ પૂર્ણ થતા શાળાના અમૃત મહોત્સવની ઉજવણીનું શાનદાર આયોજન કરવામાં આવ્યુ હતું..
આ ઉજવણીના ભાગરૂપે શાળામાં વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકો દ્વારા 75થી પણ વધુ વૈજ્ઞાનિક નમૂનાઓ તથા પ્રયોગોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સ્વામી વિવેકાનંદજી તથા સ્વામી રામકૃષ્ણ પરમહંસના જીવન પ્રસંગોને ચિત્ર પ્રદર્શ, શાળામાં પુસ્તક પ્રદર્શન પત્ર, શાળાના બાળકો દ્વારા રેડ સાઈટ ડેની ઉજવણી કરાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ શાળાના 75 વર્ષની સફરને પ્રતિબિંબિત કરતું પ્રતીક તૈયાર કરવામાં આવ્યું હતું.ગામ લોકો તથા વાલીગણ શાળાની વિવિધ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ શકે તેવા ઉમદા આશયથી તા.1પને રવિવારના રોજ આ ઉજવણીની મેગા ઇવેન્ટ એટલે કે ‘ટહુકાર 2023’ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન હોય જેની તડામાર તૈયારી ચાલી રહી છે. બપોરે બે વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા ગ્રામજનો તેમજ આસપાસની શાળાના શિક્ષકો તથા શિક્ષણપ્રેમી લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોની પ્રસ્તુતિનો આનંદ માણશે.