ભાયાવદર મુકામે મકનબાપા સેવાધામ 23માં પાટોત્સવની ભવ્ય ઉજવણી કરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
રાજકોટ મકનબાપા સેવાધામ ભાયાવદર(અમરેલી-કુંકાવાવ) ખાતે આગામી તારિખ 16 મે 2024ને ગુરુવાર અને તા.17 મે 2024ને શુક્રવારના રોજ પૂ.મકનબાપાના 23માં પાટોત્સવની બે દિવસીય ભવ્ય ઉજવણી કરવામાં આવશે. મકનબાપાના 23માં પાટોત્સવની ઉજવણી નિમિત્તે ભવ્ય લોકડાયરો અને ચંડીયજ્ઞ યોજાશે. તા.16ને ગુરુવારે સાંજે 7 કલાકે મકનબાપાની મહાઆરતી ત્યાર બાદ પરિવારના સમૂહ નૈવેધ તેમજ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી-લોકડાયરો યોજાશે. લોકડાયરામાં ભજનિક ધવલ ઝાલ, લોક સાહિત્યકાર ભદ્રેશ રાઠોડ તેમજ ભજનિક ડિમ્પલ વાઝા ઉપસ્થિત ભાવિકો-શ્રાવકોને ભજન-સાહિત્ય અને સાંસ્કૃતિક સાહિત્યનુ રસપાન કરાવશે.
આ તકે બીજા દિવસે એટલે કે તા.17ને શુક્રવારે સવારે 7 વાગ્યે પૂ.મકનબાપાની પૂજન-અર્ચન વિધી સાથે ચંડીયજ્ઞનો પ્રારંભ થશે. સવારે 8:15 વાગ્યે મકનબાપાની ભવ્ય શોભાયાત્રા નિકળશે. જેમાં ભૂવાશ્રીઓ, આમંત્રીતો-ભાવિકો તેમજ સમસ્ત રાવરાણી પરિવાર અને ચાવડા પરિવારના લોકો જોડાશે. સવારે 10:00 વાગ્યે મકનબાપા ધામ ખાતે મહાધ્વજારોહણનો કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ બપોરે 12:30 કલાકે બીડુ હોમવાની વિધી બાદ ચંડીયજ્ઞની પૂર્ણાહુતિ થશે. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે 12:45 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
આ તકે ગરાળ મહંત શ્રી પ.પુ.1008 અમરગીરી બાપુ, સુરતના પ.પુ.અષ્ટાંગ યોગસિદ્ધ સદગુરૂ પ્રદીતજી તેમજ ગોંડલના સડકપીપળીયા શ્રી મકનબાપા સેવાધામના ગાદીપતિ શ્રી નરેન્દ્રભગત તેમજ અમદાવાદના રામનગર સેવાકેન્દ્રના બ્રહ્માકુમારી મંજુબેન ઉપરંત મઢના ભુવાશ્રીઓ સહિતના સંતો-મહંતો શુભ અવશરે આશિર્વચન પાઠવશે. આ મહોત્સવના આયોજનને સફળ બનાવવા ગુજરાતભરમાંથી દાતશ્રીઓએ દાનની સરવાણી વહાવી હતી. આ તકે મુખ્ય યજમાન પદે અરવ઼િદભાઇ ચાવડા તેમજ સંજયભાઇ રાવરાણી(રાવ સાહેબ) તેમજ આજીવન છાસનાં સહયોગી રાજકોટના ચંદુભાઇ જયંતીભાઇ રાવરાણી, રસીકભાઇ લખુભાઇ ચાવડા તેમજ ભરતભાઇ કાંતિભાઇ રાવરાણી ઉપસ્થિત રહેશે. કાર્યક્રમને સફળ બનાવવા સમિતિના સભ્યો સમસ્ત રાવરાણી પરિવાર તેમજ સમસ્ત ચાવડા પરિવારના સભ્યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભોલા સ્ટુડિયો-નિતિનભાઇ ચાવડા તેમજ ગોપાલ સ્ટુડિયો તાલાળી અને ઓમ ડિજીટલ- જંગર દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ અપાઇ રહ્યો છે.