વિસ્ફોટકોનાં ગંજ પર બેઠો છે સદર વિસ્તાર
ત્રણ સૌથી મોટાં હૉલસેલર પાસે એટલો સ્ટોક છે કે, એક તણખલું પણ થાય તો આખી સદર બજાર ભડકે બળે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
દિવાળી હવે સાવ નજીક છે અને બજારમાં પૂરબહારમાં તેજી છે ત્યારે ફટાકડાંનું બજાર પણ સખ્ત ફોર્મમાં છે. ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટ સદર બજારનાં ત્રણ સૌથી મોટાં હૉલસેલરએ તેમને મળેલી મંજૂરી કરતાં સોગણો સ્ટોક કર્યો હોવાની વાત ચર્ચાઈ રહી છે. સવાલ એ છે કે, જો અહીં કોઈ ભયંકર દુર્ઘટના થશે તો તેનાં માટે જવાબદાર કોણ હશે? એક નાની એવી ચિનગારી પણ આખી સદર બજારને ભડકે બાળી શકે છે. એક રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે, સદર આખું દારૂગોળાનાં ઢગલાં પર બેઠું છે.
હૉલસેલરોનાં અનેક ગોડાઉન અને સદરની દુકાનોમાં ભૂલભૂલામણી જેવી રચના: સ્ટોક શોધવો મુશ્કેલ
- Advertisement -
શહેર પોલીસની મહત્ત્વની બે બ્રાન્ચનાં રેગ્યુલર હપ્તા!
સદર બજારમાં આવેલી સંતોષ, સોની અને શિવ સિઝન સ્ટોર જેવાં હૉલસેલર પાસેથી શહેર પોલીસની મહત્ત્વની બે બ્રાન્ચ દર વર્ષે બહુ મોટો હપ્તો ઉઘરાવતી હોવાની ચર્ચા ચાલી રહી છે. આ કારણથી જ આ ત્રણેય હૉલસેલરો પર ક્યારેય રેઈડ પડતી નથી અને ચેકિંગ થતું નથી- એવી વાતો પણ ચર્ચાઈ રહી છે.