ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.13
તાલાલા બાર એસોસિયેશનના પ્રમુખ પદે નવી વખત સંજયસિંહ રાઠોડની બિનહરીફ પસંદગી થઈ છે. તાલાલા બાર એસોસિયેશનની ચૂંટણીમાં સંજયસિંહનું એકમાત્ર ઉમેદવારી પત્રક હોવાથી ચૂંટણી અધિકારી જયદીપ કુંભાણીએ બિનહરીફ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે સંજયસિંહની તાલાલા બાર એસોસિયેશનમાંથી અગાઉ આઠ વખત પસંદગી થઈ હતી. વકીલ મંડળનું ગૌરવ વધે તેવી સૌને સાથે રાખીને કામગીરી કરવા બદલ નવમી વાર પણ બિનહરીફ પસંદગી કરવામાં આવી છે. વકીલ મંડળ અને ન્યાય કોર્ટના કર્મચારી પરિવાર સહિત ઠેર ઠેરથી સંજયસિંહને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.



