આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયા બાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં, વિશેષ અદાલતે EDની કસ્ટડીમાં મોકલ્યા
મહારાષ્ટ્રમાં પાત્રા ચાલ કૌભાંડ કેસમાં EDના નિશાના પર આવેલા શિવસેનાના સાંસદ સંસદ રાઉતને વધુ એક ઝટકો લાગ્યો છે. EDની વિશેષ અદાલતે રાઉતને 8 ઓગસ્ટ સુધી તપાસ એજન્સીની કસ્ટડીમાં મોકલી દીધા છે. એટલે કે હવે તેને વધુ 5 દિવસ કસ્ટડીમાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે, આજે રાઉતની કસ્ટડી પૂરી થયા બાદ EDએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા.
- Advertisement -
શિવસેના સાંસદ સંજય રાઉતને પાત્રા ચાલ કૌભાંડ કેસમાં સતત મુશ્કેલી વધી રહી છે. કોર્ટે રાઉતને 8 ઓગસ્ટ સુધી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કસ્ટડીમાં મોકલી દીધા છે. તમને જણાવી દઈએ કે, આજે સંજય રાઉતની કસ્ટડીનો સમય પૂરો થઈ ગયો હતો, ત્યારબાદ તેમને EDની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે તેમને વધુ 5 દિવસ માટે ED કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
Mumbai | Shiv Sena MP Sanjay Raut sent to ED custody till 8th August in connection with a money laundering case in the Patra Chawl land case. pic.twitter.com/qbcz11BenB
— ANI (@ANI) August 4, 2022
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાઉતને 1 ઓગસ્ટના રોજ EDની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યાં હતા. જ્યાં EDએ તેમની 8 દિવસની કસ્ટડી માંગી હતી. પરંતુ કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલી દીધા હતા. જણાવી દઈએ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 31 ઓગસ્ટની મધ્યરાત્રિએ એટલે કે બપોરે 12.30 વાગ્યે PMLA હેઠળ સંજયની ધરપકડ દર્શાવી હતી.
સંજયના ભાઈએ શું કહ્યું હતું ?
સંજય રાઉતની ધરપકડ અંગે ભાઈ સુનીલ રાઉતે કહ્યું હતું કે, ED સંજય રાઉતથી ડરે છે તેથી તેની ધરપકડ કરી છે. સુનીલે કહ્યું હતું કેમ નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચાલ સાથે જોડવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે.