મહારાષ્ટ્રના રાજ્યસભા સાંસદ અને ઉદ્ધવ જૂથના નેતા સંજય રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વાત જાણે એમ છે કે, ધમકી આપનાર વ્યક્તિએ ‘તેરા ભી મુસેવાલા કર દૂંગા’ એવો મેસેજ કર્યો હતો. આ સાથે દાવો કરવામાં આવે છે કે, સંજય રાઉતને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાડી દઈશ, તમે મુસેવાલા બની જશો. સલમાન ઔર તુ ફિક્સ.
Mumbai: I got a threat message and I have informed the police. I won't be scared. Similar attempts were made to carry an attack on me but what did the police do, what did the state's home minister do?: Sanjay Raut pic.twitter.com/BXRDFX7oKW
- Advertisement -
— ANI (@ANI) April 1, 2023
સંજય રાઉતને એક મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે, જો તમે દિલ્હીમાં મળી આવ્યા તો હું તમને એકે 47થી ઉડાડી દઈશ, તમે મુસેવાલા બની જશો. સલમાન ઔર તુ ફિક્સ. ગયા વર્ષે ડિસેમ્બરમાં પણ રાઉતને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ત્યારબાદ તેણે દાવો કર્યો હતો કે આ ધમકી કન્નડ રક્ષા વેદિકા નામની સંસ્થા તરફથી આવી છે.
- Advertisement -
સલમાનને પણ ધમકી અપાઈ હતી ધમકી
થોડા દિવસો પહેલા બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને ફરીથી લોરેન્સ ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી હતી. જે બાદ કેસ નોંધાયા બાદ મુંબઈ પોલીસે તેની સુરક્ષા વધારી દીધી છે. આ પહેલા પણ સલમાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ધમકીઓ મળી હતી અને તેણે તેના પર હુમલો કરવાની યોજના બનાવી હતી. ગયા અઠવાડિયે લખનૌની પ્રખ્યાત જ્વેલરી શોપ ખુન ખુન જી જ્વેલર્સના માલિક ઉત્કર્ષ અગ્રવાલ પાસેથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારના નામે ખંડણી માંગવામાં આવી હતી. તેના નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને ફોન કરનારે 30 લાખ રૂપિયાની માંગણી કરી હતી.