કોર્પોરેશનમાં રજૂઆત કરી પરંતુ હજુ અમલ થયો નથી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના સાનિધ્ય 254ના રેસીડેન્સીયલ પ્રોજેક્ટમાં કુલ ત્રણ વીંગ છે. જેમાં 130 ફ્લેટધારકો વસવાટ કરે છે. આ રહેણાંક બિલ્ડિંગ પાસે ઓરબીટ ગાર્ડન નામના પ્રોજેક્ટનું ક્ધસ્ટ્રકશન કામ ચાલુ હોય કોન્ટ્રાક્ટરના માણસો બિલ્ડિંગની સામેની જગ્યામાં ગંદકી ફેલાવે છે. આ બાબતે તમામ 130 ફ્લેટધારકોએ સાથે મળી રાજકોટ મહાનગરપાલિકાને પણ આ ગંદકી દૂર કરવા અને ગંદકી કરતાં અટકાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી અને સાથે જ આ જગ્યામાં રહેલા વૃક્ષોને પણ નુકસાન થતું હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત ગંદકી બાબતે અવારનવાર બિલ્ડરો સાથે પણ રકઝક કરવામાં આવી છે પરંતુ તેઓ પણ કોઈ જ પગલાં લેતાં નથી ત્યારે આ અંગે કાર્યવાહી કરવા રાજકોટ કલેકટરને વિનંતી સાથે રજૂઆત કરવામાં આવે છે.