મોરબી નગર, તાલુકાના સ્વયંસેવકોએ સ્મશાનમાં રમત રમીને સમૂહ ભોજન કર્યું
ખાસ-ખબર સંવાદદાતા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો અજ્ઞાનતાથી ફેલાતી અને કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં ભૂત પ્રેતાત્મા ભટકતી હોવાની અંધશ્રધ્ધાનું ખંડન કરવા કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં દર વર્ષે રમત સ્પર્ધા અને સમૂહ ભોજન સહિતના અલગ અલગ કાર્યક્રમો યોજતા હોય છે ત્યારે ગઈકાલે પણ કાળી ચૌદશની રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી તાલુકા અને મોરબી નગરના સ્વયંસેવકોએ ગામડાના લોકોમાં પ્રવર્તતી ગેરસમજણ દૂર કરવા અને વર્તમાન વૈજ્ઞાનિક યુગને અનુરૂપ સમજણ અને જાગૃતિ લાવવા સ્મશાનમાં જઈને રમત સ્પર્ધા અને સમૂહ ભોજન લઈને જાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો હતો.
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબીના સ્વયંસેવકો દર વર્ષે ગામડામાં પ્રવર્તતી સ્મશાનમાં કાળીચૌદશની રાત્રે ભૂત પધારતા હોવાની માન્યતાનું ખંડન કરવા અને અંધશ્રધ્ધા દૂર કરવા માનવીનો છેલ્લો વિસામો ગણાતા સ્થાન અવ્વલધામ સ્મશાન ગૃહમાં કાળી ચૌદશની રાત્રે રમત સ્પર્ધા અને સમૂહ ભોજન સહિતના કાર્યક્રમો યોજતા હોય છે ત્યારે આ વર્ષે પણ ગઈકાલે કાળી ચૌદશની રાત્રે મોરબીના સાદુળકા ગામના સ્મશાનમાં તાલુકાના અને મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં નગરના બાલ અને તરુણ સ્વયંસેવકોએ વર્તમાન વૈજ્ઞાનિક યુગમાં આવી અંધશ્રધ્ધા દુર થવી જ જોઈએ એવા દ્રઢ નિર્ધાર સાથે લોક જાગૃતિ માટે અને અંધશ્રધ્ધાને ડામવા માટે રાત્રે સ્મશાનમાં રમત રમી સમૂહ ભોજન લઈને સમાજના કેટલાક અબુધ લોકમાનસમાં ઘર કરી ગયેલી અંધશ્રધ્ધાની બદી દુર કરવા સરાહનીય પ્રયાસ કર્યો છે.




