-ધાર્મિક લાગણી દુભાવવા અને બે સમાજ વચ્ચે વૈમનસ્ય સર્જવાના પ્રયાસમાં કાનુની કાર્યવાહી કરવા દિલ્હી પોલીસ સ્ટેશનમાં અરજી
સનાતન ધર્મ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર તામિલનાડુના ડીએમકે નેતા ઉદયનિધી સ્ટાલીન અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગે સામે દિલ્હીના એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
- Advertisement -
દિલ્હીના નિવાસી રામસિંહ લોઢીએ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે. ઉદયનિધી સ્ટાલીન અને પ્રિયંક ખડગેએ સનાતન ધર્મ પર જે ટિપ્પણી કરી છે તેથી તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે તેમજ સમાજના બે વર્ગો વચ્ચે વય મનસ્યતા સર્જવાનો પ્રયાસ થયો છે જેથી તેની સામે કાનુની કાર્યવાહી થવી જોઈએ.
ગઈકાલે જ સર્વોચ્ચ અદાલતમાં આ બંને નેતાઓએ ઉશ્કેરણીજનક ભાષણો કર્યા છે તેવું દર્શાવીને તેમની સામે સુપ્રિમ કોર્ટ સીઓમોટો ફરિયાદ દાખલ કરે તેવી માંગણી થઈ હતી. સ્ટાલીન અને ખડગે બંને તેમની સરકારમાં મંત્રી છે જયારે ઉદયનીધી સ્ટાલીન એ ડીએમકેના વડા અને રાજયના મુખ્યમંત્રીના પુત્ર છે.