RMCની ફૂડ શાખાએ ચુનારાવાડથી અમૂલ સર્કલ અને કાલાવડ રોડ પર ચેકિંગ કર્યું
ખાદ્યચીજનું વેંચાણ કરનાર 35 ધંધાર્થીને ત્યાં ચેકિંગ: 18 ધંધાર્થીને લાયસન્સ લેવા સૂચના
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ચુનારાવાડથી અમૂલ સર્કલ ભાવનગર રોડ તથા પ્રેમમંદિર સામે હોકર્સ ઝોન કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 35 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 18 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઈવ કરવામાં આવેલ તેમજ ખાદ્યચીજોના કુલ 12 નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી હતી.
જેમાં મુરલીધર ડીલક્સ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, હિંગળાજ પાન, ચામુંડા પાન એન્ડ કોલ્ડ્રિંક્સ, સંતોષ પાન, રાજ શીંગ, ગાત્રાળ કોલ્ડ્રિંક્સ, શિવમ કોલ્ડ્રિંક્સ, ગાત્રાળ ડીલક્સ પાન, જયશ્રી ખોડીયાર નાસ્તા સેન્ટર, રાધેશ્યામ લચ્છી, ચામુંડા દાળ પકવાન, દ્વારકાધીશ સેન્ડવીચ, ચામુંડા મસાલા મેગી, ચામુંડા મકાઈ, જીયા ફાસ્ટફૂડ, બોમ્બે બાઈટ્સને લાઈસન્સ મેળવવા સૂચના તેમજ એએનડી કટક બટકને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ તથા ગમારા પાન, શક્તિ ટી સ્ટોલ, અમૂલ પાર્લર, બાલાજી છોલે ભટૂરે, શક્તિ ફાસ્ટફૂડ, બાલાજી દાળપકવાન, ચામુંડા લચ્છી, ઝેનીશ ખીચુ, શિવ છોલે ભટૂરે, દિલખુશ છોલે ભટૂરે, શિવમ ઢોસા, બાલાજી સાઉથ ઈન્ડિયન, રુચિત ફેન્સી ઢોસા, પ્રયોશા ફાસ્ટફૂડ, એમ.ડી. સેન્ડવીચ, ઓમ ચાઈનીઝ, હરિકૃષ્ણ દાળ પકવાનની તપાસ કરવામાં આવી હતી તેમજ 11 રણછોડનગર સોસાયટી, શાળા નં. 15ની સામે આવેલી રાજકોટ બેકરીમાંથી બ્લેક ફોરેસ્ટ કેક તેમજ બાલક હનુમાન મંદિર સામે, પેડક રોડ પર આવેલી મારુતિ બેકરીમાંથી ચોકો આલમંડ કેક અને રાજકોટ નાગરિક બેન્ક ડીલક્સ ચોક, ભાવનગર રોડ પર આવેલી ઈઝી બેકરીમાંથી ચોકલેટ કેકના નમૂના લેવામાં આવ્યા હતા.