મનપાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ, 28 સ્થળેથી નમૂના લીધા
ડ્રાયફ્રુટ કુકીઝમાંથી મૃત જંતુ અને પનીરમાં વેજીટેબલ ફેટ મળી આવીં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘માર્વેલ્સ બેકરી’ સાધુ વાસવાણી રોડ પરથી લેવામાં આવેલ ખાદ્યચીજ માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ (200 ગ્રામ પેક્ડ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં નમૂનો અનસેફ ફૂડ (ફેઇલ) જાહેર થયેલ છે જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. લેવામાં આવેલા નમૂનામાંથી મૃત જંતુ મળી આવ્યું હતું. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા વિશાલ ચાઇનીઝ પંજાબી, મિલન કોમ્પ્લેક્ષ, 1- ભારતીનગર કોર્નર, 80’ લાખનો બંગલા રોડ, પર લીધેલા ખાદ્યચીજ પનીર (લુઝ)નો નમૂનો તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી મળી આવતા નમૂનો ફેઇલ જાહેર થયો છે. જે અંગે કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ વિભાગની ટીમ તથા એફએસએલ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન જે. કે. ચોકથી શહિદ ભગતસિંહ ગાર્ડન -યુનિ. રોડ તથા બાપુનગર થી સોરઠિયાવાડી સર્કલ -80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 28 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરી હતી. જેમાં 10 ધંધાર્થીને લાઇસન્સ બાબતે સૂચના આપી તેમજ ખાધ્યચીજોના કુલ 28 નમૂનાની સ્થળ પર તપાસ કરવામાં આવી. જેમાં બિનહરીફ દાબેલી, ઉમા પ્રોવિઝન સ્ટોર, ગાંધી સોડા, શક્તિ ટી સ્ટોલ, શક્તિ પાન સેન્ટર, ગાત્રાળ ડિલક્સ, ભેરુનાથ દૂધ થાબડી, ઠાકર હોટલ, સાંઇ ગોપાલ સોડા, ગોપાલ પાનને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ, તથા શ્રી ખોડલ ઢોસા, ચામુંડા ફરસાણ, બહુચરાજી ફરસાણ, રસરાજ પાણીપુરી, રાધે ફાસ્ટફૂડ, પ્રજાપતિ ફરાળી ભેળ, બાલાજી દાળપકવાન, નકળ્ંગ ટી સ્ટોલ, જોકર ગાંઠિયા, નકળ્ંગ ફૂડ ઝોન, જલિયાણ ખમણ, ઓમ ઢોસા, શિવ મદ્રાસ કાફે, મહાદેવ પૂરી શાક, દેસાઇ ભજીયા, દેસાઇ ફરસાણ, રઘૂવીર સમોસા, અનામ સેન્ડવિચ દાબેલીની ચકાસણી કરવામાં આવી હતી.