સામાનો ઇતિહાસ 3000 વર્ષ જેટલો પ્રાચીન
ચીન અને જાપાનમાં પણ તે ભોજનમાં લેવાય છે, હાલના સમયમાં યુરોપના કેટલાક દેશોમાં પણ તેનું ચલણ છે
- Advertisement -
સામો કેન્સરને અટકાવે છે અને ગ્લુટેન ફ્રી છે, સામાની ઉત્પતિ ત્રણ હજાર વર્ષ પહેલાં મધ્ય એશિયામાં થઈ હતી
એક ઉપવાસી આહાર તરીકે પ્રખ્યાત થઈ ગયો હોવાના કારણે આપણે સામાના ઔષધીય મૂલ્ય અને તેના સેવનના ફાયદા બાબતે સ્પષ્ટ માહિતી ધરાવતા નથી. જોકે સામો એક શક્તિશાળી આહાર છે.આયુર્વેદમાં તેના ગુણદોષનું ખાસ્સુ વર્ણન છે.
સામનો ઇતિહાસ 3000 વર્ષ જેટલો પ્રાચીન છે. તેની ઉત્પતિ મધ્ય એશિયામાં થઈ હોવાનું ફૂડ હિસ્ટોરિયનનું કહેવું છે. ચીનમાં 2000 વર્ષથી સામો ખવાતો હોવાનું તજજ્ઞો માને છે. જાપાનમાં પણ તે ભોજનમાં લેવાય છે. હાલના સમયમાં યુરોપના કેટલાક દેશોમાં પણ તેનું ચલણ છે. તેમાં ગ્લ્યુટન ન હોવાથી આંતરડા માટે તે બહુ રાહતરૂપ બની રહે છે. આપણે લોકો ઉપવાસમાં સામો કે મોરૈયાનું સેવન કરતા હોય છીએ પરંતુ શું તમે જાણો છો કે મોરૈયાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. જી, હા, કારણ કે મોરૈયામાં પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે. મોરૈયાનું સેવન કરવાથી શરીરમાં શક્તિ રહે છે અને વ્રત કે ઉપવાસ દરમિયાન નબળાઈ આવતી નથી.
- Advertisement -
સાથે જ મોરૈયાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ દૂર થાય છે. કારણ કે મોરૈયામાં વિટામિન બી1, વિટામિન બી2, વિટામિન બી3. પ્રોટીન, ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, થાઇમિન, નિયાસિન અને ચરબી જેવા તત્વો જોવા મળે છે, જે સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. કેન્સર જેવા જીવલેણ રોગનો ખતરો ઓછો કરવા માટે મોરૈયાનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે કેન્સરનું જોખમ ઘટાડે છે.
શરીરમાં આયર્નની ઉણપના કારણે શરીરમાં લોહીની કમી રહે છે. પરંતુ મોરૈયાનું સેવનથી શરીરમાં આયર્નની ઉણપ નથી થતી, કારણ કે મોરૈયામાં આયર્ન ભરપૂર માત્રામાં હોય છે, જે હિમોગ્લોબિનનું સ્તર વધારે છે.
મોરૈયાનું સેવન પેટ માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પાચનતંત્રને મજબૂત કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓ દૂર થાય છે. વધતા વજનથી પરેશાન લોકો વજન ઓછું કરવા માંગતા હોય તો મોરૈયાનું સેવન કરવું જોઈએ. કારણ કે મોરૈયામાં કેલરી ઓછી અને ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે વજનને નિયંત્રિત કરે છે. મોરૈયાનું સેવન હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કેમોરૈયામાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકા સંબંધિત રોગોનું જોખમ ઘટાડે છે. શરીરમાં વધતા કોલેસ્ટ્રોલને ઓછું કરવા મોરૈયાનું સેવન ફાયદાકારક છે. કારણ કે મોરૈયામાં પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે.