બંદૂકનું લાયસન્સ હોય અને નોકરનામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલાં ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો? : હાઈકોર્ટ
AMOS કંપનીના ડાયરેક્ટરોએ હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી પરત ખેંચવી પડી
- Advertisement -
મિથેનોલ માટેના લાયસન્સની આકરી શરતો બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી
ખાસ-ખબર સંવાદદાતા
બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં સંડોવાયેલી અખઘજ કંપનીના ડાયરેક્ટર સમીર પટેલ, ચંદુભાઈ પટેલ, પંકજ પટેલ અને રજત ચોકસીએ ગુજરાત હાઇકોર્ટમાં કરેલી આગોતરા અરજી કોર્ટે હાલના તબક્કે સ્વીકારવાનો ઈનકાર કરતા આરોપીઓએ અરજી પરત ખેંચી છે. આરોપીઓએ સેશન્સ કોર્ટમાં અરજી કરવા હાઇકોર્ટની છૂટ માંગી હતી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટમાં અરજી કરવા આરોપીઓને છૂટ આપી. સેશન્સ કોર્ટમાં અરજી કર્યા બાદ 7 દિવસમાં અરજી પર સેશન્સ કોર્ટે નિર્ણય લેવાનો રહેશે. મીડિયાના રિપોર્ટ્સ અને દબાણના કારણે યોગ્ય ન્યાય માટેની તક નહીં મળે એવી આરોપીઓની દલીલ હાઇકોર્ટે ફગાવી છે.
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે આરોપીઓના વકીલને ટકોર કરી કે, બંદૂકનું લાયસન્સ હોય અને નોકર નામું કરી નોકરને બંદૂક આપો તો નોકરે કરેલા ખોટા કામ માટે શું તમે જવાબદારીમાંથી છટકી શકો? મિથેનોલ માટે ના લાયસન્સ ની આકરી શરતો બાબતની પણ હાઇકોર્ટે નોંધ લીધી. હાઇકોર્ટ આરોપીઓના વકીલને પૂછ્યું… સીધા હાઇકોર્ટમાં અરજી શા માટે? સેશન્સ કોર્ટમાં ફેર ચાન્સ નહીં મળે કયા આધાર પર માની રહ્યા છો?
- Advertisement -
લઠ્ઠાકાંડ કેસમાં સરકારે સ્પે.PP તરીકે ઉત્પલ દવેની નિમણૂંક કરી
સૂત્રો તરફથી મળતી વિગતો અનુસાર લઠ્ઠાકાંડના આરોપીઓને કડકમાં કડક સજા થઈ શકે તે ઈરાદે હવે સરકારે પહેલા સુપર વિઝન અધિકારી તરીકે એસ.પી નિર્લિપ્ત રાયની નિમણૂંક કરી. ત્યારબાદ કોર્ટ કાર્યવાહીમાં પણ આરોપીઓ કાયદાની છટકબારીનો કોઈ લાભ ન લઈ જાય તે માટે સ્પે. પીપી તરીકે ઉત્પલ દવેની નિમણૂંક કરવામાં આવી છે.