ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ બાર એસો.ની આગામી તા. રર ડીસેમ્બરે ચૂંટણી યોજાઇ છે. ત્યારે આજે ભાજપ લીગલ સેલની સમરસ પેનલના હોદેદારો અને કારોબારી ટીમના ઉમેદવારોએ ‘ખાસ-ખબર’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. અને દરેક ઉમેદવારોએ પોતાનો પરિચય આપ્યો હતો
હોદેદારો તેમજ કારોબારી પદના ઉમેદવારોનો ટુંકો પરિવાર નીચે મુજબ છે
- Advertisement -
કમલેશભાઇ શાહ (પ્રમુખ પદના ઉમેદવાર)
મૂળ ચોટીલાના વતની રાજકોટને કર્મભૂમિ બનાવી રાજકોટમાં વકીલાતના વ્યવસાયમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર જૂની પેઢીના સિનિયર ધારાશાષાી સ્વ. નટવરલાલ પોપટલાલ શાહના બંને પુત્રો કમલેશભાઇ અને જીજ્ઞેશભાઇ વકીલાતના વ્યવસાયમાં લાંબા સમય થી જોડાયેલા છે. શ્રી કમલેશભાઇ શાહનો જન્મ તા.18/04/19ના રોજ થયેલ. રાજકોટની સૌરાષ્ટ્ર હાઇસ્કૂલમાં માઘ્યમિક શિક્ષણ અને ત્યારબાદ ધમસાણિયા કોલેજમાં બી.કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટની એ.એમ.પી. ગવર્નમેન્ટ લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી પોતાના પિતાજીની સાથે 1989 થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા છે અને 34 વર્ષ ના લાંબા સમયથી વકીલાતના વ્યવસાયમાં હોવા છતાં શ્રી શાહ બીનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવે છે. વકીલાતના વ્યવસાયની સાથે સાથે રાજકોટ બાર એસોંસેએશનમાં ઉપપ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી અને કારોબારી સભ્ય તરીકે જવાબદારી સંભાળી ચુકયા છે. રાજકોટ બાર એસોસિએશનની વિવિધ પ્રકારની પ્રવળત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે. લોકઅદાલત, વકીલોની ક્રિકેટ ટુર્નામેન્ટસ, ચેસ ઢૂુર્નામેન્ટસ, કેરમ ડુર્નામેન્ટ સહિતના આયોજનમાં અગ્રેસર રહ્યા છે.
સુરેશભાઇ ફળદુ
(ઉપપ્રમુખ ઉમેદવાર)
- Advertisement -
મીત્ર એસા કીજીએ જે ઢાલ સરીખા હોય દુ:ખ મે આગે રહે ઔર સુખ મે પીછે રહે, આવુ વ્યકિતત્વ એટલે એડવોકેટ સુરેશ ફળદુ કે જે જીવન એવુ જીવે છે કે લોકો ફરીયાદ ન કરે, તે જીવન એવુ જીવે છે કે લોકો ફરી યાદ કરે. સુરેશભાઈ ફળદુ એડવોકેટ માટે ગમે તેટલા વિષેષણો ઓછા પડે તેવા મિતભાષી, મિલનસાર સ્વભાવ સાથે સિનીયર વકીલ સાહેબોના દીલમા વસતા અને વકીલોમા બહોળો મીત્ર વર્ગ ધરાવતા અને લોકોના દિલમા રાજ કરતા એડવોકેટ સુરેશ ફળદુ કે જે હાર્ડવર્કર તરીકે અદાલતોમા જાણીતા છે. ઘડીયાળ, કાટા, લોલક બધા તેના તે જ હોય છે પરંતુ સમય હર ક્ષણે નવો જ હોય છે જે વ્યકિત સમય ં ની સાથે ચાલે છે સમય તેની સાથે ચાલે છે તે રીતે સમય ના પાબંધી તરીકે જાણીતા એડવોકેટ સુરેશ ફળદુએ સને – 2003 થી સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ લલીતસીહ- શાહી સાથે ફોજદારી સાઈડ વકીલાત ની શરૂઆત કરેલ ત્યાર થી 385 દિવસ 18 કલાક કામ કરનાર સખત ઉધ્યમી હોવાથી શુખ્યમાથી સર્જન કરી સૌરાષ્ટ્રના નામાંકિત એડવોકેટ સાથે નીડર, નીષ્ઠાવાન, પ્રમાણીક એડવોકેટનુ બીરૂદ હાસલ કરી શકેલ છે.
પી. સી. વ્યાસ
(સેક્રેટરીના ઉમેદવાર)
પી. સી. ના હુલામણા નામથી પરિચિત પ્રવિણ ચંદ્રકાંત વ્યાસ આજે રાજકોટ જ નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં એક તરવરીયા યુવાન, અનુભવી ધારાશાષાી, કસાયેલા આગેવાન તેમજ અભ્યાસુ રાષ્ટ્રસેવક તરીકે સહુ ઓળખે છે. ધારાશાષાી ધરાનાના પી. સી.ના ‘દાદા’ ચંપકભાઇ વ્યાસ તેમજ પિતા ચંદ્રકાંતભાઇ વ્યાસ બંને એડવોકેટ તો હતા જ પરંતુ તેઓના દાદા તો સુધરાઇ પ્રમુખપદે 18 વર્ષ રહ્યા અને પિતા ચંદ્રકાંતભાઇ 7 વર્ષ સુધરાઇ સભ્યપદે તથા ધોરાજી બાદ એસોસીએશનના પ્રમુખપદે રહ્યા.
કૌશલ એમ. વ્યાસ
(કારોબારી ઉમેદવાર)
તેઓએ વર્ષ 2014 માં સનદ મેળવેલ છે અને વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છે. તેઓ સિવિલ અને ક્રિમિનલ સાઇડની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને વોઇસ ઓફ લોયર્સ સ્પોર્ટ ફાઉન્ડેશનમાં પણ કારોબારી સભ્ય છ.ે તેઓ અનેક સામાજીક સંસ્થા અને બ્રહ્મ સમાજમાં સક્રિય છે. આગામી આર.બી.એ ની વર્ષ 2023-24 ની ચુંટણીમાં ભાજપ લીગલ સેલની સમરસ પેનલના કારોબારી સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવેલ છે.
આર.ડી. ઝાલા
(ટ્રેઝરર પદના ઉમેદવાર)
ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલ માંથી ટ્રેઝરર પદના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ ધીરુભા ઝાલા (આરડી. રાજભા) એડવોકેટશ્રી એ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલ્લા 29 વર્ષથી રાજકોટ ખાતે રેવન્યુ અને સિવિલની પ્રેક્ટીસ કરી રહેલ છે અને રેવેન્યુ પ્રેક્ટીસનર એસો. ના ઘણા હોદાઓ ઉપર થી અલગ અલગ વર્ષોમાં કામગીરી કરેલ છે અને છેલ્લા 29 વર્ષમાં કોઈ પણ વખતે ચુંટણી લડેલ નથી, પરંતુ સીનીયર અડવોકેટશ્રી તથા બહોળા વકીલ મિત્ર વર્તુળના ભાવભર્યા આગ્રહથી પ્રથમ વખત ચુંટણી લડી રહેલ છે અને પોતાના જતું કરવાની ભાવના, ખેલદિલી થતા મિલનસાર સ્વભાવથી સૌનાં દિલ જીતી અને લગભગ તમામ વકીલ શ્રી સાથે મિત્રતા તથા પારિવારિક સબંધો કેળવેલ છે.
હોદેદારો તેમજ કારોબારી પદના ઉમેદવાર
નિકુંજ શુકલ (કારોબારી ઉમેદવાર)
તેઓ સને 2008-09 થી વકીલાતના વ્યવસાયમાં જોડાયેલ છે તેમજ વર્ષ 2010 માં સનદ મેળવેલ છે. તેઓ રાજકોટ બારના સિનિયર એડવોકેટ સ્વ. ઘનશ્યામભાઈ શુક્લના પૌત્ર છે તેમજ સ્વ. અભયભાઈ ભારદ્વાજ અને જયુભાઈ શુક્લના ભત્રીજા થાય છે. તેમણે વકીલાતની શરૂઆત ભારદ્વાજ એસોસિયેટમાં કરેલ છે. શુક્લ પરિવાર ત્રણ પેઢીથી વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ છે. જેમાં સ્વ. ઘનશ્યામભાઈ શુક્લ, સ્વ. ચીમનભાઈ શુક્લ, ત્યારબાદ જયુભાઈ શુક્લ, સ્વ. ગૌતમભાઈ શુક્લ ત્યારબાદ નિકુંજ શુક્લ અને કપિલ શુક્લ વકીલાતના ક્ષેત્રમાં છે. તેઓનો પરિવાર ત્રણ પેઢીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ જનસંઘ કે જે હાલમાં ભાજપા છે તેની સાથે સંકળાયેલ છે. તેમજ શુકલ પરિવારના સભ્ય શ્રી કશ્યપભાઈ શુક્લ કે જેઓ હાલ કચ્છ જિલ્લાના ભાજપાના પ્રભારીની જવાબદારી સંભાળે છે અને નેહલભાઈ શુક્લ કે જેઓ રાજકોટ ભાજપાના કોર્પોરેટર છે.
અજયસિંહ ચૌહાણ (કારોબારી ઉમેદવાર)
અમો પહેલા આશરે ર004માં રાજકોટ મહાનગર પાલીકાના જુના વોર્ડ નં. ર3માં યુવા ભાજપ વોર્ડમાં ઉપપ્રમુખ તરીકેની કામગીરી સંભાળતા હતા અને આ રીતે અમો છેલ્લા આશરે 18 વર્ષથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલા છીએ અને પક્ષ દ્વારા અમોને જે કાંઇપણ કામગીરી સોપવામાં આવેલ તે અમોએ ખુબજ ખંત અને વફાદારી પુર્વક આજ દિન સુધી બજાવતા આવેલ છે. આમ અમો છેલ્લા આશરે 19 વર્ષ રાજકોટ ખાતે ફોજદારી તથા રેવન્યુ ક્ષેત્રે વકીલાત કરૂ છું. અને અમો હાલમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા, રાજકોટ ડીસ્ટ્રીકટ કો-ઓપ બેન્ક લી., શ્રી આદિનાથ કેડ્ીટ કો-ઓપ સોસાયટી લી. શ્રી કાઠીયાવાડ ક્રેડ્રીટ કો-ઓપ સોસાયટી લી., શ્રી જયોતિ ક્રેડ્રીટ કો-ઓપ સોસાયટી લી., શ્રી સરદાર વલ્લભભાઇ ક્રેડીટ કો-ઓપ સોસાયટી લી., રાજકોટ ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસમાં પેનલ એડવોકેટ તરીકે કામગીરી કરી રહ્યા છીએ.
અમીત બી. વેકરીયા
(કારોબારી ઉમેદવાર)
એડવોકેટ અને નોટરીશ્રી અમીત બી. વેકરીયા રાજકોટ શહેરમાં છેલ્લા 16 વર્ષથી રેવન્યુ ક્ષેત્રમાં પ્રેકટીસ કરી રહ્યા છે. તેઓએ રાજકોટ વિદ્વાન ધારાશાષાી વી. એમ. પટેલ એડવોકેટ અને નોટરીશ્રી પાસેથી કાયદાકીય માર્ગદર્શન મેળવેલ છે. બીનખેતી, નેગોશીએબલ કેસીસ, રેવન્યુ કેસીસ તથા નોટરી તરીકે કામગીરીઓ કરી રહ્યા છે. તેમજ કાયદાકીય વ્યવસવાય સાથે સાથે રમત-ગમત, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, સામાજીક કાર્યકર તથા નોટરી તરીકે ઉમદા કામગીરી કરેલ છે. એડવોકેટ અને નોટરીશ્રી અમીત બી. વેકરીયા મહેનતું શાંત સ્વભાવ, સ્પષ્ટ વકતા તેમજ નિડર વ્યકિતત્વના કારણે રાજકોટના સીનીયર અને જૂનીયર વકીલોમાં ઘણી લોકચાહના ધરાવે છે.
ભાવેશ ડી. રંગાણી
(કારોબારી ઉમેદવાર)
મુળ દેડદડળના વતની રાજકોને કર્મભૂમિ બનાવી રાજકોટમાં વકીલાતના વ્યવસાયમાં શ્રી ભાવેશ ડી. રંગાણી (એડવોકેટ) લાંબા સમય થી જોડાયેલ છે.
રાજકોટ પડધરી સરકારી હાઇસ્કુલમાં શિક્ષણ અને ત્યારબાદ એમ. પી. શાહ લો કોલેજમાં બી. કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટની લો કોલેજમાં બી. કોમ. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રાજકોટની લો કોલેજમાં કાયદાનો અભ્યાસ પૂર્ણ કરી એડવોકેટ અનિલ આર. ગજેરાના વકીલાતના વ્યવસાયમાં વકીલાતની તાલીમમાં જોડાયેલા ત્યારબાદ તાલીમ સંપૂર્ણ રીત પુર્ણ થતા વકીલાતનો વ્યવસાય કરી રહ્યા છે.
યશ ચોલેરા
(કારોબારી ઉમેદવાર)
ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલ માંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે યશ.એન.ચોલેરા એડવોકેટશ્રી એ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલ્લાં.નવ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટ ને કર્મભુમી બનાવી કાર્યરત છે અને દાદાશ્રી બાલુભાઈ ઠક્કરના છજજના સિદ્ધાંતોને પોતાના જીવનમાં ઉતારી બાલ્યાવસ્થાથી છજજ ટઇંઙ તથા બી.જે.પી. ના રંગે રંગાયેલા છે અને રાજુલા ગામેથી રાજકોટ આવી પોતાના સાહસિક,મિશ્ર અને સરળ સ્વભાવથી વકીલાત કરે છે અને એડવોકેટ જીતેન્દ્ર પારેખ એડવોકેટશ્રી પાસેથી મેહનત અને પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી રહેલ છે. તેમજ પોતાના મેહનતું અને સરળ સ્વભાવથી રાજકોટના વકીલ વર્તુળમાં તથા પોતાના સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલ છે.
મેહુલ મહેતા (કારોબારી ઉમેદવાર)
વર્ષ-2005થી રાજકોટ બાર એસોસીએશનમાં સભ્ય તરીકે રાજકોટના સીનીયર ધારાશાષાી શ્રી હરેશ બી. દવે સાથે વકિલાતની શરૂઆત કરેલ. બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક અને વિધાર્થી પરિષદમાં વિધાર્થીકાળ દરમ્યાન જવાબદારી નિભાવતાં મેહુલ મહેતા સિવિલ તેમજ રેવન્યુ પ્રેક્ટીસનો બહોળો અનુભવ ધરાવે છે. યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયામાં પેનલ એડવોકેટ તરીકે તેમજ રાજકોટ નાગરિક સહકારી બેન્ક લી.ના સરફેસી, આર્બીટ્રેશન સહિતના લીગલ પ્રોસીડીંગ્ઝમાં બેન્કના લીગલ એડવોકેટ ત્તરીકે કાર્યરત છે. જેઓએ રાજકોટ બાર એસોસીએશનની વર્ષ 2023-24ની ચૂંટણીમાં સમરસ પેનલમાંથી લાઈબ્રેરી સેક્રેટરીના હોદ્દા ઉપર ઉમેદવારી નોંધાવેલ છે.
રણજીત મકવાણા (કારોબારી ઉમેદવાર)
ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલ માંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે રણજીત બી. મકવાણા એડવોકેટશ્રી એ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલ્લા નવ વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટ ને કર્મભુમી બનાવી કાર્યરત છે સિવિલ કલેઈમ તેમજ હાલમાં સાથીદાર એડવોકેટ જીગ્નેશ સભાડ સાથે ક્રિમીનલ ક્ષેત્રે ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીર કરેલ છે અને પોતાના સીનીયરશ્રી એડવોકેટ આર.યુ. પટેલ એડવોકેટશ્રી પાસેથી મેહનત અને પ્રમાણિકતા અને કાયદાની તજજ્ઞતા મેળવી ખુબજ સફળતા પૂર્વક વકીલાત કરી રહેલ છે. તેમજ પોતાના મેહ્માતું અને સરળ સ્વભાવથી રાજકોટના વકીલ વર્તુળમાં તથા પોતાના સમાજમાં ખુબજ લોકચાહના પ્રાપ્ત કરેલ છે.
હોદેદારો તેમજ કારોબારી પદના ઉમેદવાર
રેખાબેન પટેલ (મહિલા ઉમેદવાર)
મહિલા અનામત માટે રેખાબેન નિતેષભાઇ લીંબાસિયા (પટેલ) ઉમેદવારી નોંધાવી છે. તેઓ 1ર0 સદ્ગુરૂ સાનીધ્ય કોમ્પલેક્ષ, સંત કબીર રોડ, રાજકોટ 360003, અભ્યાસ : બી. કોમ. એલ. એલ. બી. નો અભ્યાસ કર્યા બાદ વકીલાત ક્ષેત્રે કારકીર્દી શરૂ કરી હતી. તેઓ હાલમાં રેવન્યુ, સીવીલ, ક્રિમીનલ ત્થા મેટ્રોમોનીપલ (ફેમીલી) ના ક્ષેત્રમાં વકીલાત કરી રહ્યા છે. રાજકોટ નાગરીક સહકારી બેન્ક લી. નાં પેનલ એડવોકેટ ઉપરાંત રાજકોટ ડીસ્ટ્રીકટ બેન્ક લી.ના પેનલ એડવોકેટ તરીકે પણ સેવા બજાવી છે. વકીલાતની શરૂઆત સને 1999 થી રજનીબા ટી. રાણાના જૂનીયર તરીકે કરેલ હતી.
સાગર હાપાણી (કારોબારી ઉમેદવાર)
આગામી રાજકોટ બાર એસો.ની સને – 2023-24 ની સામાન્ય ચુંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલ માંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે સાગર શશીકાંત હાપાણી એડવોકેટશ્રી એ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલ્લા સાત વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટ ને કર્મભુમી બનાવી કાર્યરત છે અને પોતાના મોટા બનેવીશ્રી મુક્રેશભાઈ કામદાર એડવોકેટની નિશ્રામાં રહી વકીલાત ક્ષેત્રે માર્ગદર્શન મેળવી અમરેલીથી રાજકોટને કર્મભૂમિ બનાવી પોતાના સરળ અને ખેલદીલીનાપૂર્વકના સ્વભાવથી તેમજ ક્રિકેટ ક્ષેત્રે સંકળાયેલ છે.
જયેન્દ્ર એચ. ગોંડલીયા
(કારોબારી ઉમેદવાર)
હું જયેન્દ્ર હસમુખરાય ગોંડલીયા બી. કોમ., એલએલ.બી. એલએલ.એમ., સુધીનો અભ્યાસ કરી વર્ષ-ર006 થી રાજકોટ મુકામે સીનીયર ધારાશાષાી તુલસીદાસ ભાવદાસ ગોંડલીયાની રાહબારી હેઠળ વકીલાતની શરૂઆત કરેલ. ક્રિમીનલ, સીવીલ તથા રેવન્યુ સાઇડ કારકીર્દીની શરૂઆત કરી વર્ષ ર01ર માં રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપેલ અને વકીલશ્રીઓના રોજબરોજના સંપર્ક અને વાર્તાલાપથી જાણવા મળેલ નાના નાના પ્રશ્ર્નોમાં રૂચી કેળવી દરેક પ્રશ્ર્નોના નિરાકરણ અર્થેના પ્રયાસો કરેલ, તેમજ તાલુકા કાનુની સેવા સત્તા મંડળ, તથા જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ, તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા (પી. સી. એન્ડ પી. એન. ડી. ટી.)ના પેનલ એડવોકેટ તરીકેની સેવારત છે.
પી.વી.સોલંકી
(ટ્રેઝરર પદના ઉમેદવાર)
પી.વી. સોલંકી એડવોકેટ ટ્રેઝરર પદના ઉમેદવારનો ટુકમાં પરિચય આગામી રાજકોટ બાર એસોીની સને ર0ર3-ર3 ની સામાન્ય ચુંટણીમાં ભાજપ લિગલ સેલ પ્રેરિત સમરસ પેનલમાંથી કારોબારી સભ્ય પદના ઉમેદવાર તરીકે પી.વી.સોલંકીએ એડવોકેટએ ઉમેદવારી નોંધાવેલ છે. તેઓ છેલા 19 વર્ષથી રાજકોટ ખાતે વકીલાત ક્ષેત્રે રાજકોટને કર્મભુમી બનાવી કાર્યરત છે સીવીલ કલેઇમ તેમજ ક્રિમીનલ ક્ષેત્રે ખુબજ મહત્વના અને ચકચારી કેસોમાં સારી એવી કામગીરી કરેલ છે અને પોતાના સરળ સ્વભાવથી રાજકોટના વકીલ વર્તુળમાં પોતાના સમાજમાં લોકચાહના પ્રાપ્ત કરેલ છે. સમાજની સામાજિક સંસ્થા સાથે સંકળાયેલ છે.