આ જ મેનેજરે રશ્મિકા મંદાના સાથે પણ છેતરપિંડી કરી હતી
ખાસ-ખબર સંવાદદાતા
સામંથા રૂથ પ્રભુ સાથે તેની મેનેજરે એક કરોડની છેંતરપિંડી કરી હોવાનું કહેવાય છે. આ જ મેનેજર પર અગાઉ રશ્મિકા મંદાના સાથે પણ છેંતરપિંડીનો આક્ષેપ થયો હતો. હવે સામંથા નવા મેનેજરની શોધ કરી રહી છે. સામંથા પોતાના મેનેજરથી સંતુષ્ટ હતી. અભિનેત્રીની કારકિર્દીમાં મેનેજરનું ઘણું યોગદાન રહ્યું છે. સાઉથ ઉપરાંત બોલીવૂડ તેમજ વેબ સીરીઝમાં કામ મેળવવા માટે સામંથાએ પોતાના મેનેજરને જ જશ આપ્યો હતો. તેથી સામંથા તેના પર વધુ પડતો વિશ્ર્વાસ રાખતી હતી. સામંથાને તેના નજીકના ઘણા નિર્માતાઓએ મેનેજર પર વિશ્ર્વાસ ન મુકવાની સલાહ આપી હતી. તેમણે સામંથાને કહ્યું હતુ ંકે, તેમણે મેનેજરમાં એક ઉલ્લેખનીય પરિવર્તન જોયું છે. સામંથાને તેની કારકિર્દી, કમિટમેન્ટસ તેમજ સ્વાસ્થ્યના કારણે વારંવાર મુસાફરી કરવી પડતી હોય છે.તેથી તેને એક વિશ્ર્વાસનીય મેનેજરની જરૂર પડતી હોય છે.જોકે તેણે આ મેનેજરને નોકરીમાંથી છુટી કરી દીધી છે, અને હવે નવી મેનેજર શોધી રહી છે.