ઉપલા દાતાર જગ્યા ખાતે 1 જાન્યુ સોમવારે આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
કોમી એકતાના પ્રતીક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યાના બ્રહ્મલીન મહંત પૂ.વિઠ્ઠલબાપુની પુણ્યતિથિ નિમિતે સમાધી પૂજન સાથે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે ઉપલા દાતાર જગયાના મહંત શ્રી ભીમબાપુની નિશ્રામાં આગામી તા.1 જાન્યુઆરી સોમવારના રોજ ઉપલા દાતાર જગ્યા ખાતે બ્રહ્મલીન મહંત પૂ.વિઠ્ઠલબાપુની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજન અને મહાપ્રસાદનું અનિરુ આયોજન કરવામાં આવશે તેમ મહંત ભીમબાપુની એક યાદીમાં જણાવાયું છે.
ઉપલા દાતારના વિઠ્ઠલબાપુની પાંચમી પૂણ્યતિથિ નિમિત્તે સમાધિ પૂજનનું આયોજન
