ઓપનએઆઇના સીઇઓ સેમ ઓલ્ટમેનને લઇને છેલ્લા પાંચ દિવસથી હાઇ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે. હવે જાહેરાત કરવામાં આવી છે કે એઆઇ કંપનીમાં ફરી તેઓ સીઇઓના રૂપે જોડાશે. સોશ્યલ મીડિયા પર તેમણે લખ્યું કે, મને ઓપનએઆઇ પસંદ છે, અને છેલ્લા કેટલાક દિવસોમાં મને જે કંઇ પણ કહ્યું એ હવે આ ટીમ અને તેમના મિશનને એક સાથે રાખવા માટે હતું. હવે મને માઇક્રોસોફ્ટમાં લામેલ થવાનો નિર્ણય કર્યો છે, તો સ્પષ્ટ છે કે, આ મારા અને ટીમ માટે સોથી સારો રસ્તો હતો. નવા બોર્ડ અને સત્યાના સમર્થનની સાથે, હું ઓપનએઆઇમાં ફરી આવવા અને એમએસએફટીની સાથે અમારી મજબૂત ભાગેદારીને આગળ વધારવા માટે ઉત્સાહિત છું.
એટલે આ નક્કી છે કે, સેમ એલ્ટમેન ઓપનઆઇમાં સીઇઓના રૂપે ફરી આવી રહ્યા છે. હાઇ પ્રોફાઇલ એઆઇ સ્ટાર્ટઅપે પણ આ વાતની ખાતરી કરી છે. કંપનીએ કહ્યું કે, છેલ્લા કેટલાક અઠવાડિયામાં આલ્ટમેનએ સ્ટાર્ટઅપથી અચાનક રાજીનામું આપ્યા પછી 5 દિવસ સતત ચર્ચા-વિચારણા પછી વિશ્વાસનો માહોલ બની ગયો છે.
- Advertisement -
ઓપનએઆઇના બોર્ડમાં ફેરફાર થશે
ઓપનએઆઇ, જે સૌથી મહત્વનું અમેરિકી સ્ટાર્ટઅપ છે. કહેવામાં આવી રહ્યું છે કે, આલ્ટમેનની વાપસી માટે સૌદ્ધાંતિક રૂપથી એક કરાર પર પહોંચ્યો છે, આ સિવાય સ્ટાર્ટઅપ પોતાના બોર્ડમાં પણ ફેરફાર કરી રહ્યો છે અને કેટલાક સભ્યોને હટાવી રહ્યા છે. સેલ્સફોર્સના પૂર્વ મુખ્ય કાર્યકારી બ્રેટ ટેલર, અમેરિકાના પૂર્વ નાણા મંત્રી લૈરી સમર્સ અને કોરાના સીઇઓ એડમ ડી એન્જેલો એઆઇ સ્ટાર્ટઅપના નવા બોર્ડમાં ભાગ લેશે. સ્ટાર્ટઅપમાં કહ્યું કે, ટેલર બોર્ડના અધ્યક્ષના રૂપમાં કામ કરશે.
માઇક્રોસોફ્ટ, જે ઓપનએઆઇનો લગભગ 49 ટકા માલિકી હિસ્સો ધરાવે છે, છેલ્લા અઠવાડિયે ઓપનએઆઇના નિર્ણયથી બધા હેરાન હતા. કંપનીએ પોતાના એક સોફ્ટવેર સમૂહમાં આલ્ટમેનને નિમણૂંક કરવાની જાહેરાત કરી દીધી હતી. આ પહેલા ઓપનએઆઇના પૂર્વ અધ્યક્ષ ગ્રેગ બ્રોકમેન અને સ્ટાર્ટઅપના કેટલાય સભ્યોએ ઓપનએઆઇ બોર્ડના નિર્ણયના વિરોધમાં રાજીનામું આપી દીધું હતું.
સત્યા નડેલાએ કહ્યું- ઓપનએઆઇના બોર્ડમાં ફેરફારથી ઉત્સાહિત
માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલા, જેમણે છેલ્લા અઠવાડિયે ઓપનએઆઇ બોર્ડના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, તેઓ ઓપનએઆઇના બોર્ડમાં આજના ફેરફારોથી ઉત્સાહિત છે. મારૂ માનવું છે કે, આ એક મોટા પાય પર , સારી રીતે સૂચિત તેમજ પ્રભાવી શાસનના માર્ગ પહેલા આવશ્યક પગલું છે. સેમ,ગ્રેગ અને મે વાત કરી અને સહમતિ વ્યક્ત કરી છે. ઓપનએઆઇ નેતૃત્વ ટીમની સાથે મહત્વની ભૂમિકા છે. અમે આ મજબૂત ભાગીદારીને આગળ વધારવા માટે તેમજ પોતાના ગ્રાહકો અને ભાગીદારોને એઆઇને આગળની પેઢીને પ્રદાન કરવા માટે તત્પર છીએ.