સલમાન ખાનના શો બિગ બોસ 16ને લઈને આજકાલ વિવિધ પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. દરમિયાન, સલમાન ખાનની ફીને લઈને એક નવું અપડેટ સામે આવ્યું છે.
બિગ બોસ 16ને લઈને આજકાલ ખૂબ જ બઝ છે. ત્યાં જ હવે શોના હોસ્ટ સલમાન ખાન વિશે આવા સમાચાર આવી રહ્યા છે જે જાણીને તમે ચોંકી જશો. સલમાન ખાનની વાત કરીએ તો તે અત્યાર સુધી બિગ બોસના 12 સીઝનને હોસ્ટ કરી ચુક્યો છે.
- Advertisement -
પરંતુ શું તમે જાણો છો કે આ કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શોને હોસ્ટ કરવા માટે સલમાન ખાન કેટલો ચાર્જ લે છે? આમ તો બધાને એ વાતની જાણકારી છે કે સલમાન દર વખતે શોને હોસ્ટ કરવા માટે ફી વધારવા માટે ડિમાન્ડ કરે છે. જોકે કોરોના વખતે એક્ટરે પોતાની ફીમાં ઘણું કોમ્પ્રોમાઈઝ પણ કર્યું હતું.
Shooting commences for my new film …. pic.twitter.com/wEQmCmayRD
— Salman Khan (@BeingSalmanKhan) May 14, 2022
- Advertisement -
ત્રણ ઘણી ફી વધારવાની ડિમાન્ડ
જો કે હવે જોવામાં આવે તો હાલત પહેલા કરતા સારી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં સલમાન ખાન પણ હવે વધુ ફીની ડિમાન્ડ કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાને મેકર્સ પાસે માંગ કરી છે કે તેની ફી ત્રણ ગણી વધારવામાં આવે. એક રિપોર્ટ અનુસાર સલમાન ખાને નિર્માતાઓને ત્રણ ગણી ફી વધારવા માટે કહ્યું છે, કારણ કે ભાઈજાનનું કહેવું છે કે તેણે બિગ બોસની છેલ્લી ઘણી સીઝનથી ફીમાં વધારો કર્યો નથી. પરંતુ આ વખતે તે પોતાની ફીમાં કોઇપણ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર નથી.
Dance with me Hum sung nachle…#DanceWithMeTeaser@SajidMusicKhan @adityadevmusic #KaranRawat @SKFilmsOfficial pic.twitter.com/ZCTuTsF1vJ
— Salman Khan (@BeingSalmanKhan) January 28, 2022
ફી નહીં વધે તો હોસ્ટિંગ નહીં કરે ભાઈજાન
રિપોર્ટ્સ અનુસાર અભિનેતાએ તો ત્યાં સુધી કહ્યું છે કે જો ફી નહીં વધે તો તે શો હોસ્ટ નહીં કરે. જો કે આ વાતોમાં કેટલું સત્ય છે તેના વિશે ન તો મેકર્સે હજુ સુધી વાત કરી છે અને ન તો સલમાન ખાને સત્તાવાર રીતે કંઈ કહ્યું છે. બીજી તરફ જો આ રિપોર્ટ સાચો છે તો 16મી સીઝન માટે મેકર્સ સલમાન ખાનને લગભગ 1050 કરોડ રૂપિયા ફી તરીકે આપશે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 15 દરમિયાન એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાન 350 કરોડ ચાર્જ કરી રહ્યો છે.