વેરાવળના સામાજીક કાર્યકર રામજીભાઈ ચાવડાએ કરી રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટના ઉદ્યોગપતિ સખીયા બંધુ પાસેથી તેના ફસાયેલા નાણા કાઢાવવા માટે રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ તેમજ LCB પીઆઈ ગઢવી તથા PSI ને સાખરાએ તેની ફસાયેલ કુલ રકમ કઢાવી આપવાના 15% કમિશન લેવાનું નક્કી કરેલ અને તે અન્વયેના 75 લાખ રૂપિયા પડવી લીધેલ હોય તે અંગે આ સખીયા બંધુઓએ તેના નિવાસ સ્થાને રણછોડનગર સામે કાંઠે રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી મીડિયાના મિત્રો સામે જાહેરમાં હરિજન એવો ગેરબંધારણીય શબ્દ ઉચ્ચારી સમગ્ર અનુ.જાતિ નું અપમાન કરેલ હોઈ વળી તાજેતરમાં દેશની સર્વોચ્ચ અદાલત એ હરિજન શબ્દ ને અપરાધ સમાન શબ્દ ગણાવ્યો છે અને એથી જ તો કાયદાનું પાલન થાય તેમ જ અનુ.જાતિના લોકો ને અન્યાય ન થાય એવા હેતુએ તેમજ કાયદાના વિશાળ હિતાર્થે વેરાવળ થી સામાજિક કાર્યકર રામજીભાઈ ચાવડાએ વેરાવળ સ્થાનિક પોલીસ ને તેમજ રાજકોટ કમિશ્નરશ્રી ને ગેરબંધારણીય એવા હરિજન શબ્દ જાહેરમાં ઉચ્ચારનાર એવા સખીયા બંધુઓ સામે ધોરણસરની કાર્યવાહી થાય તે માટે લેખિતમાં અરજી કરેલ છે. તો આગામી સમયમાં પોલીસ કેવી’ક કાર્યવાહી કરે છે તે જોવુ રહ્યુ.


