જૂનાગઢ મહા શિવરાત્રી મેળા પૂર્વે ઘમાસાણ
દામોદર કુંડ ખાતે સાધુ-સંતો અને સમાજ આગેવાનોની બેઠક: બગી, બેન્ડ, બિન હિન્દુ પ્રવેશના મુદ્દે ગરમાવો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તરામાં સાધુ-સંતો પરંપરા અનુસાર આદિ અનાદિ કાળથી મહાશિવરાત્રી મેળો યોજાય છે ત્યારે આગામી તા.5 માર્ચથી ચાર દિવસ મેળો યોજવાનો છે ત્યારે મેળા પૂર્વે સાધુ-સંતોનો વિવાદ શરુ થયો છે જે સંદર્ભે ગઈકાલ દામોદર કુંડ ખાતે કમંડલ કુંડના મહેશગીરી બાપુની અધ્યક્ષતા માં અનેક સંતો અને જ્ઞાતિના સામાજીક આગેવાનો સહીત ઉતારા મંડળ અને વેપરીઓ બોહળી સંખ્યમાં જોડાયા હતા.
જેમાં સનાતન ધર્મની રક્ષા માટે ગિરનાર છાયા મંડળની રચના કરવાની જાહેરાત કરવામાં આવી તેમજ ગીરનારની પવીત્ર ભુમી પર ગેર કાયદેસર પ્રવૃત્તિ નહિ ચલાવી લેવામાં આવે અને ઉતારા મંડળ અને ભવનાથના લોકોને થતી પરેશાની મુદ્દે લડત કરવાના મંડાણ થયા હતા આમ મેળા પૂર્વે ધમાસાણ શરુ થયું છે.
દામોદર કુંડ ખાતે મળેલી બેઠકમાં સનાતન ધર્મને બચાવવા તમામ ઉપસ્થિત રહેલ સાધુ સંતો અને આગેવાનો એક થયા હતા અને ગીરનાર અને ભવનાથ થતા દુષણ સામે લડાઈ લાડવા આહવાન કર્યું હતું જેમાં મહેશગીરી બાપુએ કહ્યું હતું કે, મહાદેવગીરીબાપુને ગાળું આપીને ગુંડાઓ ધમકી આપે તે સાંખી નહિ લેવાય તેમજ સનાતન ધર્મની સુરક્ષા માટે ગિરનાર છાયા મંડળની સ્થાપના કરીને લડત ચલાવામાં આવશે અને સ્થાનિક સંતોને કોઈપણ તકલીફ પડે તો સૌવ સાથે મળીને કાયદાકીય હોઈ કે અન્ય રીતે લડત ચલાવીશું વધુમાં એમ પણ જણાવ્યું હતું કે સાધુ બનતા પેહલા પીંડદાન કરી દીધું હોઈ છે ત્યારે સાધુમાં કોઈ દિવસ જ્ઞાતિ વાદ હોતો નથી અને આ અહંકારની લડાઈ નથી સનાતન ધર્મની રક્ષાની વાત છે.જયારે પવીત્ર મહા શિવરાત્રી મેળામાં વિધર્મીની બગી અને સ્ટોલ મુદ્દે આજે સંતોએ અવાજ ઉઠાવ્યો તો શું ખોટું કર્યું છે જયારે સાધુ સંતો અને નાગા સન્યાસીઓની ભગવાનની પાલખી નીકળે છે ત્યારે કોઈ વિધર્મી બગી સાથે તેપણ નીકળે તે વ્યાજબી નથી અને પવિત્રતાને ઝાખપ લાગે છે.આવા અનેક મુદ્દે તમામ ઉપસ્થિત રહેલ સંતો અને સામાજીક આગેવાનો એક અવાજે બાપુની વાત સ્વીકારી લડત કરવા આવતીકાલે દામોડર કુંડથી ભવનાથ સુધી મહા રેલીનું આયોજન કરવાનું નક્કી કર્યું છે.
- Advertisement -
ગિરનાર પ્લાસ્ટિક મુક્ત મુદ્દે વેપારીઓમાં રોષ બંધ પાળી વિરોધ
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ ગીરનાર અને ભવનાથમાં પ્લાસ્ટિક બંધ કરવાના નિર્ણય સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે બે દિવસથી વેપારીઓએ પોતના રોજગાર ધંધા બંધ રાખીને વિરોધ કરી રહ્યા છે ત્યારે વેપારીઓનું કેહવું છે શિવરાત્રી મેળા સંદર્ભે લાખો રૂપિયાનો માલ ખરીદી કરી લીધો છે ત્યારે પ્લાસ્ટિક બંધના મુદ્દે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્ર પણ મુશ્કેલીમાં મુકાયું છે ભવનાથ બંધ મુદ્દે આજે કલેકટર અને વેપારોઓ વચ્ચે બેઠક યોજાય તેવા સંકેત મળી રહ્યા છે અને પ્લાસ્ટિક મુદ્દે ચર્ચા વિચારણા કરીને કોઈ વિકલ્પ આવે તેવા પ્રયાસો આ બેઠકમાં કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે.



