ખાસ-ખબર સંવાદદાતા
2022 વિધાનસભા ચૂંટણી પ્રથમ તબકકામાં મતદાનમાં ગિરનાર તિર્થ ક્ષેત્રના સાધુ-સંતોએ મતદાન કર્યુ હતુ. ભવનાથ તળેટીમાં આવેલ મતદાન મથકે પહોંચીને મતદાન કર્યા બાદ જણાવ્યુ હતુ કે, દેશનાં પ્રત્યેક નાગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ અને લોકસાહિ પર્વમાં મતદાન અચુક કરવુ જોઇએ. ભવનાથ મંદિરના મહંત હરિગીરી મહારાજ તેમજ રૂદ્વેશ્ર્વર જાગીર આશ્રમના મહંત ઇન્દ્વભારતી મહારાજ અને શ્રી ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથબાપુએ મતદાન કર્યુ હતુ. ત્યારે ગિરનાર તિર્થ ક્ષેત્રના અન્ય સાધુ સંતો મતદાન કરવા ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.