ખાસ-ખબર સંવાદદાતા
આજરોજ તા. 19ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ જ્ઞાનબાગ જૂનાગઢમાં સંતો તથા કોલેજના વિદ્યાર્થીઓએ પવિત્ર માઘસ્નાન કર્યું હતું. માઘસ્નાન અંગેનો સનાતન ધર્મમાં દર્શાવેલ આધ્યાત્મિક મહત્ત્વની માહિતી જ્ઞાનબાગ ગુરુકુળના સાધુ નંદકિશોર દાસજીએ આપી હતી. મકર રાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂર્ણિમાથી આરંભી ત્રીસ દિવસ પર્યંત સ્નાન કરવું.
જે મનુષ્યો શરીરના ઉપરના ભાગે વસ્ત્રરહિત ખુલ્લા શરીરે સ્નાન કરે તે પગલે પગલે અશ્ર્વમેઘ યજ્ઞનું ફળ પામે છે.સૂર્યોદયથી આરંભીને પ્રાત:કાળની અવધિ સુધી માઘ સ્નાનનો સમય ઋષિમુનિઓએ પૂણ્ય આપનારો કહ્યો છે તેથી પણ તારા દેખાતા હોય ને જે સ્નાન કરવું તેને સર્વશ્રેષ્ઠ સ્નાન કહેલું છે અને સૂર્યોદય પછી સ્નાન કરવું તેને કનિષ્ઠ સ્નાન કહેલું છે.સમુદ્રને નહીં મળતી કોઈપણ નદીમાં માઘમાસમાં એક દિવસ સ્નાન કરવાથી એક પખવાડિયાનું ફળ પ્રાપ્ત થાય છે.
- Advertisement -
તેમજ સાક્ષાત સમુદ્રમાં એક દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. કોરોનાની સ્થિતિ હોવાથી સંસ્થાના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓને માઘસ્નાન કરવાની અનુમતિ આપવામાં આવેલ ન હતી.