પુના આગ દુર્ધટના અને પશ્ચિમ બંગાળની વિજળી દુર્ઘટનાના પીડિતોને મોરારિબાપુ તરફથી સહાય
ગઈકાલે પુના ખાતેની સેનીટાઇઝર ફેક્ટરીમાં આગ લાગતાં ૧૮ વ્યક્તિના મૃત્યુ થયાં હતા. આ તમામ હતભાગી લોકોનાં પરિવારજનોને શ્રી હનુમાનજીની પ્રસાદી અને પૂજ્ય બાપુની સાંત્વના રૂપે પ્રત્યેક મૃતકના પરિવારજનને રૂપિયા પાંચ હજારની સહાય જાહેર કરી છે. એ જ રીતે દક્ષિણ પશ્ચિમ બંગાળના ત્રણ જીલ્લામાં વિજળી પડવાથી ૨૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એમના પરિવારજનોને પણ રૂપિયા પાંચ હજારની તત્કાલ સહાય મોરારીબાપુ દ્વારા મોકલી અપાશે.
આ બંને દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પૂજ્ય બાપુએ પ્રાર્થના કરી છે. બંને ઘટનાઓમાં માર્યા ગયેલા લોકોને કુલ ૧ લાખ ૯૦ હજારની સહાય મોકલવામા આવી રહી છે, જે રકમ પુના અને કોલકત્તાના રામકથાના શ્રોતાઓ દ્વારા વિતરણ કરવામાં આવશે.