‘વાંચે રાજકોટ’ કાર્યક્રમમાં 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ- પુસ્તકાલયો, સામાજિક સંસ્થાઓ સહભાગી બની હતી
ખાસ-ખબર સંવાદદાતા
સાહિત્ય સેતુ- રાજકોટ દ્વારા વસંતપંચમીના દિવસે ‘વાંચ રાજકોટ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 250થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ, જેમાં સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ સ્કૂલો, કોલેજો, સેલ્ફ ફાયનાન્સ સ્કૂલો સહિતની સંસ્થાઓના વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો, શિક્ષકો, સંચાલકો વગેરેએ ભાગ
લીધો હતો.
અંદાજિત 25 હજારથી વધુ લોકોએ એક જ દિવસે પુસ્તકોનું વાંચન કર્યું હતું.
આ કાર્યક્રમને પ્રોત્સાહિત કરવા માટે સ્વામિનારાયણ ગુરુકુળના યુવા સંત પૂજય જનમંગલદાસજી, શહેરના ભાજપ અધ્યક્ષ મુકેશભાઈ દોશી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વી. આર. કથીરીયા, સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ નીલાંબરીબેન દવે સહિતના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી.
‘વાંચે રાજકોટ’ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય સેતુ પરિવારના પ્રમુખ વસંતભાઈ ગદેશા, અનુપમભાઈ દોશી, દિનેશભાઈ ગોવાણી, કિશોરભાઈ રાઠોડ, પંકજભાઈ રૂપારેલીયા, હસુભાઈ શાહ સહિતના સબ્યોએ જહેમત ઉઠાવી હતી.