સોમનાથનાં સાગર ખેડુઓની બોટ ઉપર હોય છે હનુમાનજીની ધ્વજા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
- Advertisement -
23 એપ્રિલે સમગ્ર દેશના લોકો હનુમાન જયંતિ ઉજવી રહ્યા હોય છે ત્યારે એ પણ જાણવું રસપ્રદ રહેશે કે સોમનાથના વેરાવળ બંદર હોય કે ગીર સોમનાથ જિલ્લાના અન્ય બંદરો પરંતુ મોટા ભાગની બોટોમાં એક ધ્વજા જરૂૂર હોય છે અને તે છે સંકટ સામે રક્ષણ કરતા હનુમાનજીનો ધ્વજ જેમાં સાગર ખેડુઓને અપાર આસ્થા હોય છે.
માછીમાર સમાજ ધાર્મિક તેમજ સેવાભાવી સ્વભાવ ધરાવે છે. આ સમાજ પોતાની આજીવિકા માટે ઊંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. કુંડા દરિયામાં માછીમારી કરતી વેળાએ હવામાન વરસાદ વાવાઝોડું અને અન્ય આવતા રહેતા હોય છે. આવા સંજોગોમાં શ્રધ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે હનુમાનજીની પૂજા પણ કરતા હોય છે તો કોઈ લોકો હનુમાન ચાલીસા ના પઠન પણ કરતા હોય છે. માછીમારો વતનથી દરિયાઈ સફર માટે છૂટા પડ્યા પછી 20 થી 25 દિવસની લાંબી ટ્રીપ હોય છે તે સમયગાળામાં મંદિર નિત્ય દર્શન ક્રમ જળવાતો નથી પરંતુ કાયમી ધોરણે વોટ ઉપર હનુમાનજીની અંકિત ધજા ફરકતી રાખવામાં આવે છે જે આ લોકોનું મંદિર હોઈ તેવી અનુભૂતિ થાય છે
. જેમાં ભારતના યુદ્ધ સમય અડધુ ના રથની ઉપર હનુમાનજીની ધ્વજા સાથે બિરાજમાન છે અને તેમણે અર્જુન ની રક્ષા પણ કરી આથી દરેક સાગર ખેડુ હનુમાનજીમાં અખૂટ શ્રદ્ધા ધરાવે છે અને માછીમારીમાં જતી વખતે દરિયાદેવની સાથે એક નાળિયેર હનુમાનજીને પણ વધેરી પછી જ પાછી માછીમારી કરવા રવાના થાય છે. માછીમાર સમાજની આ વર્ષો જુની પરંપરાને કારણે વેરાવળની બજારોમાં બોટ ઉપર ફરકાવવાના હનુમાનજી અંકિત ધ્વજો પણ મળી રહે છે.
- Advertisement -
તસવીર:- પરાગ સંગતાણી,
ગીર-સોમનાથ